Mon,29 April 2024,10:00 pm
Print
header

દીકરી મરી ગઈ, કોને જવાબદાર ઠેરવું...માતા-પિતાએ વ્યક્ત કરી વેદના, પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કેવી રીતે બૂમો પડી રહી હતી

SIT કરશે હરણી બોટ દુર્ઘટનાની તપાસ

પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ સીટની રચના

વડોદરાઃ હરણી તળાવમાં બોટ પલટી જતાં મોતને આંકડો 17એ પહોંચ્યો છે, જેમાં 15 બાળકો અને 2 શિક્ષકોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોએ પોતાના વ્હાલસોયા બાળકોનાં મોતથી આક્રંદ કરી રહ્યાં છે. માહિતી મળતાં જ બાળકોના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. એક માતા-પિતાએ જણાવ્યું કે હું મારા પુત્રની તબિયત સારી ન હોવાથી શાળાના શિક્ષકનો ફોન આવતાં તેને લેવા આવ્યો હતો. જો કે તે બોટ રાઈડ માટે ગયો હોવાનું જાણવા મળ્યું હતું. હોડી પલટી જતાં કેટલાક લોકોએ તેને બચાવી લીધો હતો.

હું કોને જવાબદાર ગણું, મારી દીકરી બચી નહીં

હોસ્પિટલમાં બેઠેલા માતા-પિતા રડી રહ્યાં હતા. રડતા રડતા તેમને કહ્યું કે તેમની પુત્રી બોટ રાઈડ માટે ગઈ હતી. તે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પિકનિક પર જવાનું કહીને ઘરેથી નીકળી ગઇ હતી. તેનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે અને હું તેનો મૃતદેહ લેવા અહીં આવ્યો છું. આ દુર્ઘટના માટે મારે કોને જવાબદાર ગણવું ? હું નસીબદાર નથી, મારી પુત્રી બચી નહીં.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કેવી રીતે ઘટના દરમિયાન ચીસો પડી રહી હતી

પ્રત્યક્ષદર્શી જણાવ્યું કે ઘટના સમયે હું હરણી તળાવ પાસે મારી દુકાન પર બેઠો હતો. જ્યારે મેં મદદ માટે શિક્ષકની ચીસો સાંભળી ત્યારે હું તરત જ પાણીમાં કૂદી પડ્યો કારણ કે હું તરવાનું જાણું છું. મેં ચાર બાળકોને પલટી ગયેલી બોટમાંથી બચાવ્યાં હતા. તળાવમાં ડૂબી રહેલા લોકોને બચાવવા માટે લોકોની સાથે NDRF, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સના જવાનો પણ હાજર રહ્યાં હતા. કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ બચાવ કામગીરી પર નજર રાખી રહ્યાં હતા.

બોટમાં મર્યાદા કરતા વધુ લોકો બેઠા હતા

શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે બોટમાં નિર્ધારિત સંખ્યા કરતા વધુ લોકો સવાર હતા, ત્યારે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. ડીંડોરે કહ્યું કે તેમને એ પણ ખબર પડી કે અકસ્માત સમયે વિદ્યાર્થીઓએ લાઈફ જેકેટ પહેર્યાં ન હતા. આ ભૂલો માટે દોષિત જણાશે તેની સામે અમે કાર્યવાહી કરીશું. અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જે બોટને બહાર કાઢવામાં આવી હતી તે ગંદા પાણીમાં હતી. તેમાં માત્ર 14 લોકો જ બેસી શકતા હતા પરંતુ તેમાં 23 બાળકો સહિત 30થી વધુ લોકો સવાર હતા. નોંધનીય છે કે બોટ દુર્ઘટનામાં 17 લોકોનાં મોત થયા છે કેટલાક હજુ હોસ્પિટલમાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch