Wed,15 May 2024,6:35 am
Print
header

કેનેડામાં ભારત વિરોધી ગતિવિધીઓ તેજ, જેવા ટુડ્રો ભાષણ માટે આવ્યાં તેવા જ લાગ્યા ખાલિસ્તાન જિંદાબાદના નારા

કેનેડાઃ ફરી એક વખત કેનેડાના પીએમ જસ્ટીન ટુડ્રોનો ખાલિસ્તાનીઓ પ્રત્યેનો પ્રેમ જાહેરમાં દેખાયો છે,ટોરોન્ટો શહેરમાં ખાલસા ડેના કાર્યક્રમમાં ભાષણ આપવા ટુડ્રો આવ્યાં ત્યારે ખાલિસ્તાન જિંદાબાદના જોરદાર નારા લાગ્યા હતા.

ટુડ્રો પહેલાથી જ ભારત વિરોધી ખાલિસ્તાનીઓની તરફેણ કરતા રહ્યાં છે અને અનેક ખાલિસ્તાની સમર્થકો સાથે પણ તેઓ દેખાયા છે. ખાલસા ડે પરના ભાષણમાં ટ્રુડોએ પ્રતિજ્ઞા પણ લીધી કે તેઓ કોઇ પણ ભોગે શીખ સમૂદાયની રક્ષા કરશે, તેમના અધિકારોની રક્ષા કરશે.

નિજ્જરની હત્યા બાદથી ભારત-કેનેડાના સંબંધ બગડ્યાં

અગાઉ ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ ભારત-કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી, ટુડ્રોએ આ હત્યા માટે ભારત સરકારને જવાબદાર ઠેરવી હતી, જો કે આતંકી હરદીપસિંહની હત્યામાં ભારતનો કોઇ હાથ હોવાના પુરાવા નથી, ભારત સરકારે આરોપો ફગાવી દીધા હતા.

ભારતે અનેક વખત કેનેડામાં ભારત વિરોધી ગતિવિધીઓ ચલાવી રહેલા ખાલિસ્તાની નેતાઓને લઇને કેનેડા સરકારને વાત કરી છે, તેમ છંતા કેનેડામાં હવે ખાલિસ્તાનીઓને સમર્થન મળી રહ્યું છે, અહીંની સરકાર ખુલ્લેઆમ આ લોકોને મદદ કરી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, અહીંના હિન્દુ મંદિરોમાં પણ ખાલિસ્તાનીઓએ તોડફોડ કરી હોવાના કિસ્સા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch