Sat,27 July 2024,10:22 am
Print
header

પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન સામે નોંધાયો આચાર સંહિતા ભંગનો કેસ- Gujarat Post

તેલંગાણાઃ બ્લોક બસ્ટર ફિલ્મ પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન અને YSR કોંગ્રેસ પાર્ટીના (YSRCP) ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડી પર ચૂંટણીની   આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બંને પર ધારાસભ્યના નિવાસસ્થાને પરવાનગી વગર જાહેર સભાનું આયોજન કરવાનો આરોપ છે.

ધારાસભ્ય રેડ્ડીએ અલ્લુ અર્જુનને કોઈ પણ પૂર્વ પરવાનગી વિના મીટિંગ માટે નંદ્યાલા મતવિસ્તારમાં બોલાવ્યાં હતા. આવી સ્થિતિમાં, તેને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને ધારાસભ્ય રેડ્ડી તેમજ અલ્લુ અર્જુન વિરુદ્ધ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

અલ્લુ અર્જુન અને ધારાસભ્ય રેડ્ડી વિરુદ્ધ આંધ્ર પ્રદેશના નંદ્યાલા મતવિસ્તારમાં ચૂંટણી પર નજર રાખવા માટે નિયુક્ત નંદ્યાલા ગ્રામીણના ઉપ-તહેસીલદાર પી. રામચંદ્ર રાવ દ્વારા કેસ કરાયો છે.

શનિવારે, વિધાનસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીને તેમના નિવાસસ્થાને વિશાળ ચાહકોની વચ્ચે મળ્યા પછી, અલ્લુ અર્જુને સ્પષ્ટતા કરી કે તે તેના મિત્રની મદદ કરવા નંદ્યાલા આવ્યો હતો. તેઓ કોઈપણ રાજકીય પક્ષને સમર્થન કરતા નથી. તેમની મુલાકાત એક મિત્ર માટે હતી. અભિનેતા અલ્લુ અર્જુને આ મામલે એક નિવેદન જારી કરીને કહ્યું કે, હું અહીં મારી સ્વતંત્ર ઇચ્છાથી આવ્યો છું. જો મારા કોઈ મિત્ર, પછી ભલે તે કોઈપણ ક્ષેત્રમાં હોય, મારી મદદની જરૂર હોય, તો હું આગળ આવીશ અને તેમને મદદ કરીશ. તેનો અર્થ એ નથી કે હું કોઈ રાજકીય પક્ષને સમર્થન કરું છું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch