Mon,17 November 2025,6:54 pm
Print
header

ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવકો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા- Gujarat Post

  • Published By
  • 2024-07-24 10:40:27
  • /

રાજકોટઃ ભાજપના આગેવાનના (BJP leader) પુત્ર સહિત બે આરોપીઓ એમડી ડ્રગ્સ (MD Drugs) સાથે ઝડપાતા ચકચાર મચી છે. મંગળવારે સાંજે 150 ફૂટ રીંગ રોડ પર ભક્તિધામ સોસાયટીમાં (Bhaktidham Society) આવેલા ભક્તિધામ એપાર્ટમેન્ટનાં ફલેટ નં. 19માં દરોડા પાડીને ટેબલ નીચે સંતાડાયેલું 98.54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું છે. સાથે પાર્થ દેવકુભાઈ મકવાણા (Parth Devkubhai Makwana) અને તેના મિત્ર સાહિલ ઉર્ફે નવાબ અયુબભાઈ સોઢાને પોલીસે ઝડપી લીધા હતા.

પાર્થના પિતા દેવકુભાઈ નિવૃત શિક્ષક છે અને હાલ જસદણ તાલુકા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી છે. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે પાર્થે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે મિત્ર સાહિલ સાથે મળીને છેલ્લા પાંચેક મહિનાથી ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો.

બંને આરોપીઓ જીમમાં જવાના શોખીન અને બોડી બિલ્ડર છે. આરોપીઓનાં મોટાભાગના ગ્રાહકો પણ જીમમાં જતાં યુવાનો કે જેમાં છાત્રો અને કોલેજીયનો પણ હોઈ શકે છે. પૂછપરછમાં બંને આરોપીઓ મુંબઈથી ખાનગી બસમાં ડ્રગ્સ લાવ્યાં હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે જ બંને આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવ્યાંના ગણતરીના કલાકો બાદ એસઓજીની ઝપટે આવી ગયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch