અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત સુરત, વડોદરા અને આણંદમાં ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી જ પાણી છે. વડોદરામાં બુધવારે ખાબેકલા 8 ઈંચ વરસાદથી રસ્તાઓ તળાવમાં ફેરવાયા હતા. આણંદના બોરસદમાં 11 ઈંચ વરસાદથી જળપ્રલયની સ્થિતિ ઉભી થઈ હતી. સુરતમાં ખાડીપૂરની સ્થિતિ ઉદભવી છે, અમદાવાદમાં પણ ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે. પરંતુ વધુ વરસાદ ન પડવાથી લોકો બફારાનો સામનો કરી રહ્યો છે.
રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.
હવામાન વિભાગ દ્વારા 28મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાહત કમિશનર આલોક પાંડે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી અને ડૂબી જવાથી વધુ 9 લોકોનાં મોત થયાં છે. આ સાથે સિઝનમાં મૃત્યુંનો આંકડો 61 થયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષ 50 વર્ષની પ્રેમિકા રિંકુ મજૂમદાર સાથે કરશે લગ્ન | 2025-04-18 12:10:35
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
Breaking News: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો | 2025-04-16 15:25:26
રાજકોટમાં સીટી બસે પાંચ વાહનચાલકોને અડફેટે લીધા, 4 લોકોનાં મોત | 2025-04-16 13:41:52
કોંગ્રેસનો રોડમેપ ગુજરાતમાંથી નક્કી થશે, પાર્ટીમાં મોટા ફેરફારો થઈ શકે છે, નેતાઓને આ કાર્ય મળ્યું | 2025-04-16 08:55:09
સુરત કરે છે ઇનોવેશન: સુરતમાં ભારતનું પહેલો AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યો | 2025-04-14 19:28:48
Big News: પોરબંદર પાસેના દરિયામાંથી રૂ.1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ATS અને ICGનું સંયુક્ત ઓપરેશન | 2025-04-14 10:50:41
સાબરકાંઠાના વડાલીમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પી લીધી, સારવાર દરમિયાન ચારનાં મોત | 2025-04-13 09:27:46
કોંગ્રેસનું મિશન ગુજરાત.. સંગઠનને મજબૂત બનાવવા માટે 41 રાષ્ટ્રીય નિરીક્ષકોની નિમણુંક | 2025-04-13 08:54:46
ભ્રષ્ટાચારીઓએ તો હદ કરી....ભાજપના ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે પોતાની જ સરકારમાં ચાલતા કૌભાંડો ઉજાગર કર્યાં | 2025-04-08 09:49:03