(સરકારના ઠરાવની નકલ)
ગાંધીનગરઃ ઠાકોર સમાજને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. સાંસદ ભરતસિંહ ડાભીએ કરેલી રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત સરકાર દ્વારા ભૂતપૂર્વ મજૂર, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના તથા સરકારના વખતોવખતના ઠરાવોથી કુલ-146 જાતિઓનો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ યાદીમાં ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી જાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમાજના લોકો ઠાકરડા શબ્દપ્રયોગથી અપમાન અને તિરસ્કારની લાગણી અનુભવતા હોવાની રજૂઆતો સરકારને મળી હતી, આથી, આ સમાજના લોકોનું માન જળવાય તે માટે ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ મૂકીને તેને સ્થાને ઠાકોર શબ્દ પ્રયોજવામાં આવે તે અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. જેના પર વિચાર કરીને ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. જે મુજબ આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે જાતિ તરીકે ઠાકરડા લખાવ્યું હોય ત્યાં તથા મહેસૂલી રેકર્ડમાં પણ જ્યાં ઠાકરડા તરીકે ઉલ્લેખ થયેલ હોય તો તેના સ્થાને ઠાકોર સમજવાનું રહેશે.
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
જામનગરના પીરોટન ટાપુ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ધાર્મિક દબાણો દૂર કરાયા- Gujarat Post | 2025-01-13 12:19:32
ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, ઉત્તરાયણ મનાવશે, રાજકીય નિર્ણયો પર પણ થશે ચર્ચા | 2025-01-13 12:12:03
ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું | 2025-01-13 08:32:36
લોસ એન્જલસ આગમાં સેલિબ્રિટીના ઘર આગમાં થઈ ગયા સ્વાહા, રૂ.10,000 કરોડની હવેલી પણ ખાખ- Gujarat Post | 2025-01-12 10:51:44
ભોપાલ: 52 કિલો સોનું અને રૂ.10 કરોડ રોકડા લઈને જંગલમાં કોણ પહોંચ્યું હતું ? સૌરભ શર્મા કેસમાં મોટો ખુલાસો | 2025-01-12 10:32:29
અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યાં બાદ ટ્રમ્પ બિઝનેસ કરી શકશે કે નહીં ? | 2025-01-11 11:57:26
રાજ્યમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો, વાવ- થરાદ બન્યો નવો જિલ્લો | 2025-01-01 16:36:17
મારી મંગેતરને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરતો નહીં...સમજાવ્યાં બાદ પણ ન માનતા કરી નાખી હત્યા | 2025-01-01 15:09:24
નવા વર્ષની ભેટ, રાજ્યમાં 240 ASIને બઢતી આપવામાં આવી- Gujarat Post | 2025-01-01 11:11:41
ખ્યાતિ કાંડ બાદ જાગેલી સરકારે PMJAY ને લઈન નવી SOP જાહેર કરી - Gujarat Post | 2024-12-23 16:28:37
ગુજરાતમાં પાલિકાઓ- ગ્રામ પંચાયતોની ચૂંટણીની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત- Gujarat Post | 2024-12-14 11:19:39