મલ્ટિ સ્ટારર ફિલ્મ 'કલંક'નું 2:11 મિનિટનું ટ્રેલર 3 એપ્રિલે રિલીઝ થયું છે. અગાઉ 12 માર્ચે ફિલ્મનું 2:05 મિનિટનું ટીઝર રિલીઝ કરાયું હતું અને ફિલ્મના ત્રણ સોન્ગ પણ રિલીઝ થઇ ગયા છે, એટલે ફિલ્મની સ્ટોરી વિશે ઘણી ખરી માહિતી મળી જ ગઈ છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર, માધુરી દીક્ષિત, સંજય દત્ત, કિઆરા અડવાણી અને કૃણાલ ખેમુ સામેલ છે. ટ્રેલરની શરૂઆત થતાં જ આલિયાનો બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે કે, ગુસ્સામાં લીધેલા મારા એક નિર્ણયે આપણા બધાની જિંદગી બરબાદ કરી દીધી. ફિલ્મમાં 'સત્યા ચૌધરી' એટલે કે સોનાક્ષી સિન્હા અને 'દેવ ચૌધરી' એટલે કે આદિત્ય રોય કપૂર ઓલરેડી પતિ પત્ની હોય છે. તેમ છતાં સોનાક્ષી આદિત્યના લગ્ન 'રૂપ' એટલે કે આલિયા ભટ્ટ સાથે કરાવે છે. આલિયાનાં લગ્ન થઇ ગયા હોવા છતાં તેને 'ઝફર' એટલે કે વરુણ ધવન સાથે પ્રેમ થઇ જાય છે. ટ્રેલરના અંતમાં એક સીન છે જેમાં આલિયા ચાલતી ટ્રેનમાંથી વરુણને હાથ લંબાવે છે. આ સીન 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના ફેમસ સીનની યાદ અપાવે છે.