મુંબઈઃ શહેરના શાહબાઝમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારત ધરાશાયી થયા બાદ અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે. હાલ NDRF, પોલીસ, ફાયર બ્રિગેડ અને પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સેક્ટર 19, બેલાપુર શાહબાઝ ગામની જણાવવામાં આવી રહી છે.
#WATCH | Maharashtra: A three-storey building collapsed in Navi Mumbai's Shahbaz village; several people are feared trapped.
— ANI (@ANI) July 27, 2024
Police, fire brigade and NDRF present at the spot. Rescue operations are underway. More details awaited. pic.twitter.com/RL4bDeBRi0
આ અકસ્માત સવારે 4.50 કલાકે થયો હતો
માહિતી આપતા ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે તેમને સવારે 4.50 વાગ્યે બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળી હતી. માહિતી મળ્યાં બાદ અમારી ટીમ અહીં પહોંચી હતી, ત્યારબાદ અમે જોયું કે બે લોકો ફસાયેલા છે. અમે સૈફ અલી અને રૂખસાર ખાતુનને જીવતા બહાર કાઢ્યા છે. મોહમ્મદ સિરાજ નામનો વ્યક્તિ હજુ પણ ગુમ છે અને તેની શોધ ચાલી રહી છે. ઘણી ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.
ઇમારત 10 વર્ષ જૂની હતી
આ સિવાય નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ કહ્યું કે જ્યારે અમને બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળી તો અમે અહીં પહોંચ્યા. તેમાં ત્રણ દુકાનો અને 13 ફ્લેટ હતા. અત્યાર સુધીમાં 52 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે. આ સિવાય બે લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યાં હતા. જે લોકો હજુ પણ ફસાયેલા છે તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જેઓ સુરક્ષિત છે તેમને રેસ્ક્યુ શેલ્ટરમાં મોકલવામાં આવ્યા છે. આ સિવાય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
#WATCH | Maharashtra: Kailas Shinde, Navi Mumbai Municipal Corporation Commissioner says, "The building collapsed around 5 am. It is a G+3 building. Two people have been rescued and two are likely trapped. NDRF team is here, rescue operation is underway..." https://t.co/0EOI2Iemmg pic.twitter.com/By1E4E4LlF
— ANI (@ANI) July 27, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
#WATCH | Maharashtra: A three-storey building collapsed in Navi Mumbai's Shahbaz village; several people are feared trapped.
— ANI (@ANI) July 27, 2024
Police, fire brigade and NDRF present at the spot. Rescue operations are underway. More details awaited. pic.twitter.com/RL4bDeBRi0
મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post | 2025-03-28 20:28:00
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
CBI અને ED ના એક સાથે દરોડા, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને IPS અધિકારીના ઘરે કાર્યવાહી | 2025-03-26 11:52:48
કુણાલ કામરાનને એકનાથ શિંદે પર ટિપ્પણી કરવી ભારે પડી, નોંધાઈ FIR- Gujarat Post | 2025-03-24 09:46:43
સનરાઇઝર્સના ઈશાન કિશને ફટકારી IPL 2025 ની પ્રથમ સદી, રાજસ્થાનનો 44 રનથી પરાજય- Gujarat Post | 2025-03-23 19:54:28
આ વીડિયોની દેશભરમાં ચર્ચા, જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળેલા અડધા બળી ગયેલા રૂપિયાનો ઢગલો આવ્યો સામે- Gujarat Post | 2025-03-23 17:34:04
સૌરભ હત્યા કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, સાહિલ અને મુસ્કાન પાંચ મહિનાથી કર્ણ પિશાચની તંત્રની સાધના કરતા હતા | 2025-03-22 10:05:30
વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલા શિક્ષકોની ટીંગાટોળી કરવામાં આવી- Gujarat Post | 2025-03-26 20:32:21
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હિન્દુ સંગઠનોએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું- Gujarat Post | 2025-03-25 20:06:10
વિક્રમ ઠાકોરના વિવાદ બાદ ગુજરાતી ફિલ્મ કલાકારોને સરકારનું નિમંત્રણ- Gujarat Post | 2025-03-25 19:56:45
સાસણ ગીરમાં રિસોર્ટમાંથી ઝડપાયું જુગાર ધામ, 55 જુગારીઓ પાસેથી રૂ.2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત- Gujarat Post | 2025-03-24 09:59:51