Sat,27 July 2024,8:22 pm
Print
header

હાર્ટએટેકથી ત્રણ જિંદગીઓ ગઇ...સુરતમાં વધુ ત્રણ લોકોનાં અચાનક બેભાન થયાં બાદ મોત-Gujarat Post

(પ્રતિકાત્મક ફોટો)

સુરતઃ અચાનક બેભાન થયા બાદ વધુ ત્રણ લોકોનાં મોત થયા હતા. જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો હતો. થોડા દિવસ પહેલા પણ સુરતમાં આવી જ રીતે ત્રણ લોકોનાં મોત થયા હતા. લિંબાયતમા શાંતિનગર સોસાયટીમાં રહેતા 40વર્ષીય ગજેસિંગ નારાયણ ગીરાસે રાત્રે ઘરમાં સૂઈ ગયા હતા. જો કે સવારે તે જરા પણ હલનચલન નહીં કરતા તેમના પરિવારજનો ચિંતાતુર થઈ ગયા હતા. જેથી તેને સારવાર માટે તરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.

પરવતગામમાં મહાદેવનગરમાં રહેતા 45 વર્ષીય કિશોર મદનલાલ જરીવાલાની સવારે ઘરમાં અચાનક તબિયત બગાડતા  બેભાન થઈ ગયા હતા. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ત્રીજા બનાવમાં લિંબાયતમાં વિનોબાભાવે નગરમાં રહેતા 47 વર્ષીય જ્ઞાાનેશ્વર મહાડુ પાટીલ લિંબાયતમાં નીરગીલી સર્કલ પાસે ટેમ્પા પાસે ઉભા હતા.તે સમયે તેમની અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોરોનાની કોવિશીલ્ડ વેક્સિન નિર્માતા કંપનીએ રસીની આડઅસર થતી હોવાનું સ્વીકાર્યું હતું. પરંતુ ભારતમાં આ રસીના કારણે જ લોકોના અચાનક મોત થઈ રહ્યાં છે કે નહીં, તેવી કોઈ સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવી નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch