Thu,12 June 2025,6:39 pm
Print
header

ડાયમંડ કિંગ સવજીભાઇ ધોળકિયાએ અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના લગ્નમાં આપી હતી હાજરી

  • Published By
  • 2024-07-20 15:53:07
  • /

સુરતઃ ડાયમંડ કિંગ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સવજીભાઇ ધોળકિયા અને તેમનું કુટુંબ રિલાયન્સ પરિવારના પ્રસંગમાં પહોંચ્યું હતુ. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વૈભવી લગ્ન સમારોહમાં હાજરી આપી હતી.

આ પ્રસંગની ભવ્યતા દર્શાવતા ધોળકિયાએ કહ્યું કે આ એક આજીવન યાદગાર પ્રસંગ હતો, આ લગ્ન, તેની વૈભવીતા અને ભવ્યતાને કારણે, અનેક ઉચ્ચ-પ્રોફાઇલ વ્યકિતઓ અને મહાનુભાવોની હાજરીના સાક્ષી બન્યાં.

સોશિયલ મીડિયા પર પોતાના અનુભવને શેર કરતા હરી કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક ધોળકિયાએ યજમાનો દ્વારા આપવામાં આવેલી વ્યકિતગત સ્પર્શની મહત્તા આલેખી હતી. મુકેશ અંબાણી અને નીતાબેન દરેકને વ્યકિતગત રીતે મળ્યાં અને તેનાથી અનુભવ ખરેખર યાદગાર બની ગયો.

અંબાણી-મર્ચન્ટના લગ્ન એક વૈભવી પરિષરમાં આયોજીત થયા હતા, તે મુંબઇ અને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યાં છે, સવજીભાઇ ધોળકિયાની કુટુંબ સાથેની હાજરી ભારતના આ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથેના મજબૂત સંબંધો દર્શાવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch