Surat Crime News: શહેરના ડીંડોલીમાં નવાગામ બ્રીજ નજીક પિતા પોતાના 15 વર્ષના પુત્રને સ્કૂલે મુકવા જતા હતા, ત્યારે એક ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા ધોરણ- 10ના વિદ્યાર્થીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે તેના પિતાનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. નજર સામે પુત્રનું મોત થતાં પિતાએ હૈયાફાટ રૂદન કર્યુ હતુ.
ડીંડોલીમા માર્ક પોઇન્ટ પાસે વિજયાનગરમાં રહેતા 45 વર્ષીય તુકારામ કીલ્યા નાઇક સવારે તેમના 15 વર્ષીય પુત્ર સાહિલને બાઇક પર લિંબાયતમાં નીલીગીરી ખાતે આવેલી સ્કૂલે મુકવા નીકળ્યાં હતા. તે સમયે ડિંડોલીના નવાગામ બ્રીજ ચઢતા પુરપાટ ઝડપે હંકારતા એક ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સાહિલને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું.
અકસ્માતને પગલે સ્થળ પર એકત્ર થયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ડમ્પરના ચાલકને પકડીને પોલીસને સોંપી દીધો હતો. મૃતક વિદ્યાર્થી મુળ મહારાષ્ટ્રના નંદુરબારનો વતની હતો. અને લિંબાયતની સાર્વજનિક મરાઠી સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતો હતો. કિશોરના મોતને લીધે તેમના પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું અને ગમગીની છવાઇ ગઇ હતી. ડીંડોલી પોલીસે ડમ્પર ચાલક વિરુધ ગુન્હો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
ACB એ એક જ દિવસમાં ત્રણ શખ્સોને ઝડપી લીધા, GST અધિકારી અને નાયબ મામલતદાર પર સકંજો | 2025-03-20 19:52:48
નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું | 2025-03-11 17:04:00
સુરતમાં સામૂહિક આપઘાતથી પરિવાર વિખેરાયો, લોનના હપ્તા ન ભરી શકતા પરિવારનો આપઘાત- Gujarat Post | 2025-03-08 14:56:13
બેશરમીથી સગીરને માર મારનારા PSI ને સુરતથી મોરબી પાછા મોકલી દેવાયા, પીએમના કાર્યક્રમ પહેલાનો બનાવ | 2025-03-07 21:10:42