Sat,27 July 2024,4:33 pm
Print
header

મકાન વેચવાના બહાને દલાલે વિધવા સાથે આચર્યું દુષ્કર્મ, અચાનક દીકરી-જમાઈએ આવી દરવાજો ખખડાવ્યો ને પછી..

(Demo pic)

મકાનના ફોટા પાડવાના બહાને આવ્યો હતો ઘરે

મકાન વેચાણના બહાને અવાર નવાર ફોન કરતો હતો

વડોદરાઃ મહિલાઓ પર દુષ્કર્મ, અત્યાચારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. વડોદરામાં મકાન વેચાણ કરવાની વાત કરવા વિધવાના ઘરે ગયેલા 45 વર્ષના પુરૂષે વિધવાની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યુ હતું. વિધવાના દીકરી અને જમાઇ આવી જતા આરોપી જાનથી મારી નાંખવાની ધમકી આપીને કપડાં છોડીને માત્ર રૂમાલ વીંટાળીને ફરાર થઇ ગયો હતો.

વડોદરા શહેર નજીક રહેતી મહિલાના પતિનું થોડા સમય પહેલા અવસાન થયું હતુ. હાલમાં એકલી ઘરે રહેતી વિધવાનું મકાન વેચવાનું હોવાથી તે છેલ્લા એક વર્ષથી રાજેશ ગોહિલ નામના 45 વર્ષના પુરૂષના સંપર્કમાં આવી હતી. રાજેશ ગોહિલ અવાર- નવાર મહિલાના ઘરે જતો હતો. થોડા દિવસ પહેલા રાજેશ ગોહિલ વિધવાના ઘરે ગયો હતો. મકાન વેચાણ કરી આપવાની વાત કરીને રાજેશ ગોહિલે જોઇ લીધું હતું કે, વિધવા ઘરે એકલી છે. જેથી આ હવસખોરે પોતે કપડા કાઢી નાંખ્યા હતા અને વિધવાના કપડા બળજબરીથી કાઢી નાંખી શારીરિક સંબંધ માટે ધમકાવીને દુષ્કર્મ કર્યુ હતું.

દરમિયાન જ વિધવાની દીકરી અને જમાઇ આવી જતા તેમણે દરવાજો ખખડાવતા રાજેશ ગોહિલ પકડાઇ જવાના ડરથી ભાગી ગયો હતો, તેણે વિધવાને ધમકી આપી હતી કે, કોઇને વાત કરીશ તો તને, તારી દીકરી અને જમાઇને જાનથી મારી નાંખીશ.આરોપી પરિણીત છે. તે ઘર છોડીને જતો રહ્યો છે. વિધવાએ જવાહર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch