Vadodara Crime News: વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હિન્દુ વિધવાને (hind widow women) લગ્નની લાલચ આપીને મુસ્લિમ પુરુષે (muslim man) દુષ્કર્મ આચર્યુ હતું અને કેમેરા સામે જ કપડાં ઉતરાવી ગંદી ગાળો આપી હતી. શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા એક્વેરિયમના એક વેપારીએ (aquarium trader) હિન્દુ વિધવાને લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની અને ધાકધમકી આપી હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં (Fateh Ganj police station) નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સમા વિસ્તારમાં રહેતી પીડિતાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-2021માં મારે મોહસીનખાન પઠાણ સાથે પરિચય થયો હતો.તેણે મને વિશ્વાસમાં લઇ મારી સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી મારા ફ્લેટ પર પણ અવારનવાર આવતો હતો અને ત્યાં પણ મારી મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચરતો હતો.ફતેગંજ વિસ્તારમાં તેની દુકાન પર પણ મને બોલાવતો હતો. ત્યારબાદ તે મને ગાળો ભાંડી વારંવાર ધમકી આપતો હતો.
ફતેગંજના પીઆઇ અજય ગઢવીએ આ ફરિયાદને આધારે બળાત્કારનો ગુનો નોંધી આરોપી મોહસીનખાન શબ્બીરખાન પઠાણની ધરપકડ કરી હતી. પીડિતાએ જણાવ્યું કે,મોહસીનખાન મારે ઘેર આવતો હતો અને બળજબરીપૂર્વક શારીરિક સબંધ રાખવા ફરજ પાડતો હતો. મારા ઘરમાં કેમેરાની સામે જ મારી પાસે કપડાં કઢાવતો હતો. મને બિભત્સ ગાળો ભાંડીને કોઇને પણ આ વાતની જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતો હતો.
પત્નીનો વિલાપ...નેવીના લેફ્ટનન્ટ શહીદ વિનય નરવાલના માત્ર 6 દિવસ પહેલા જ લગ્ન થયા હતા | 2025-04-23 16:28:36
આવા ગદ્દારોને સજા કરો...પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન અને આતંકવાદીઓનો આભાર માનનારા નૌશાદની ધરપકડ | 2025-04-23 16:06:39
આ છે ભારતના દુશ્મનો..પહેલગામ હુમલાના આતંકીઓના સ્કેચ જાહેર કરાયા- Gujarat Post | 2025-04-23 14:24:01
પહેલગામ હુમલામાં ચોંકાવનારો ખુલાસોઃ આતંકવાદીઓએ સ્થળની કરી હતી રેકી, સ્થાનિકોએ મદદ કરી હોવાની આશંકા- Gujarat Post | 2025-04-23 12:47:02
પહેલગામ હુમલોઃ એક એકને વીણીને જવાબ અપાશે, જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે: હર્ષ સંઘવી- Gujarat Post | 2025-04-23 12:39:11
ગુજરાતમાં હવે ભાડા પટ્ટાની જમીન કાયમી થશે, મહેસૂલ વિભાગે જાહેર કર્યો નવો ઠરાવ- Gujarat Post | 2025-04-22 14:23:18
સોનાની કિંમતે રચી દીધો ઈતિહાસ, 1 તોલાનો ભાવ પહોંચ્યો રૂ.1 લાખની સપાટીએ- Gujarat Post | 2025-04-22 12:47:24
ACB ટ્રેપઃ પાટણમાં સહકારી કર્મચારી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-21 20:01:52
મેન્ટલ હેલ્થને લઇને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ, દેવ દેસાઇ, સેહર હાશ્મીએ શરૂ કરી બાઇક રેલી, દેશના અનેક શહેરોમાંથી પસાર થશે યાત્રા | 2025-04-21 17:01:03
ભેખડો ધસી પડતાં કાશ્મીરના પ્રવાસે ગયેલા અનેક ગુજરાતીઓ ફસાયા- Gujarat Post | 2025-04-21 10:51:17
ACB ટ્રેપઃ ગોધરામાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા | 2025-04-09 21:31:43
વડોદરામાં દારૂ પીને બેદરકારીથી કાર ચલાવી રહ્યો હતો આ વ્યક્તિ, 10 વાહનોને મારી ટક્કર | 2025-04-08 08:21:12
ACB ટ્રેપઃ દાહોદમાં સ્કૂલનો આચાર્ય આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો, જાણો વધુ વિગતો | 2025-04-04 14:29:52
સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકમાં નવો વિવાદ, લખ્યું છે દ્વારકામાં ભગવાન નથી- Gujarat Post | 2025-03-23 17:26:57
વડોદરા અકસ્માતમાં ખુલાસો, ડ્રગ્સ લઈને મસ્તી કરવા નીકળ્યો હતો કાર ચાલક- Gujarat Post | 2025-03-15 12:15:22