Thu,12 June 2025,5:26 pm
Print
header

Vadodara Crime News: યુવકે મહિલા પર દુષ્કર્મ કરી પેશાબ પીવડાવ્યો હતો, કોર્ટે ફટકારી આવી સજા- Gujarat Post

  • Published By
  • 2024-10-27 10:51:27
  • /

(demo pic)

Vadodara News: વડોદરામાં વિકૃતિની હદ વટાવતો એક કિસ્સો સામે આવ્યો છે. યુવકે મહિલા પર દુષ્કર્મ કરીને પેશાબ પીવડાવ્યો હતો. યુવકની વિકૃતિથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ચાલી જતાં આરોપી યુવકને આજીવન કેદની સજા ફટકારી હતી.

વાઘોડિયા તાલુકામા રહેતી 55 વર્ષની મહિલા 3 જૂન 2022ના રોજ ઢોર ચરાવવા માટે કોતરમાં ગઇ હતી, ત્યારે ખાંધા ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતો પ્રવિણ અરવિંદભાઇ વસાવા (ઉ.વ.35) ત્યાં આવી પહોંચ્યો હતો અને મહિલાને ધાક ધમકી આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. જો કે અગાઉ પણ બે વખત પ્રવિણે દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને પેશાબ પીવડાવ્યો હોવાથી મહિલા કંટાળી ગઇ હતી. જેથી તેણે પ્રવિણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા 6 જૂન 2022ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી પ્રવિણે વિકૃત આનંદ લેવા માટે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની સાથે મહિલાને પેશાબ પણ પીવડાવ્યો હતો. આવુ કૃત્ય પતિ જો પત્ની સાથે કરે તો પણ ગુનો છે. કુદરતી રીતે પણ તે યોગ્ય નથી. સ્ત્રીઓને સુરક્ષાનો અનુભવ થાય તે માટે કાયદાએ દાખલો બેસાડવો જોઇએ. કોર્ટે વિવિધ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીને આજીવન કેદની સજા સાથે રૂ.25 હજારનો દંડ ફટકાર્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch