Thu,15 January 2026,7:35 am
Print
header

અમદાવાદના વેજલપુરના PSI રૂ.80 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા

  • Published By
  • 2024-10-27 11:14:17
  • /

અમદાવાદઃ વેજલપુરના PSI 80 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. એક વ્યક્તિ સામે કેસ દાખલ થયો હતો અને ધરપકડ બાદ તેને માર નહીં મારવા માટે અને હેરાન ન કરવા માટે તેના પિતા પાસે 80 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં એસીબીએ ગોઠવેલા છટકામાં પીએસઆઇ પ્રગ્નેશ કુમાર વ્યાસ 80 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા છે, આરોપીએ 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જેમાંથી 80 હજાર રૂપિયા એસીબીએ રિકવર કરી લીધા છે.

ત્યારે જો તમારી પાસે પણ કોઇ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી શકો છો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch