અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ 18 થી વધુ ગુનાહિત કેસ
નવી દિલ્હીઃ મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ફરી એક વખત ચર્ચામાં છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. એનસીપી અજીત પવાર પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની સાથે એક્ટર સલમાન ખાનના નિવાસ સ્થાને ફાયરિંગની ઘટનામાં તેની ભૂમિકા સામે આવી છે. 2022માં નોંધાયેલા NIAના બે કેસમાં તેની સામે ચાર્જશીટ કરવામાં આવી છે.
અનમોલ બિશ્નોઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. તેના પર સ્નેપચેટ દ્વારા બાબા સિદ્દીકી શૂટર્સના સંપર્કમાં હોવાનો અને સ્નેપચેટ પર શૂટર્સને બાબા સિદ્દીકી અને જીશાનના ફોટા મોકલીને શૂટર્સને કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે. અનમોલ બિશ્નોઈ હાલમાં અમેરિકામાં રહે છે અને લોરેન્સની ગેંગ ચલાવે છે. તે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે મળીને ગેંગને ઓપરેટ કરી રહ્યો છે.
અનમોલ બિશ્નોઈ જોધપુર જેલમાંથી 7 ઓક્ટોબર 2021ના રોજ જામીન પર મુક્ત થયો હતો. છૂટ્યા બાદ તે નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હતો. આ વર્ષે એપ્રિલ મહિનામાં સલમાનની બાલ્કનીમાં થયેલા ફાયરિંગ કેસની જવાબદારી અનમોલ બિશ્નોઈએ લીધી હતી.
અનમોલનું સાચું નામ ભાનુ છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં અનમોલ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. વિદેશમાં બેસીને તેણે ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા સાથે મળીને સિદ્ધુ મૂસેવાલાની હત્યાની સંપૂર્ણ યોજના બનાવી હોવાનું કહેવાય છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષ 50 વર્ષની પ્રેમિકા રિંકુ મજૂમદાર સાથે કરશે લગ્ન | 2025-04-18 12:10:35
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
Big News: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ED ની મોટી કાર્યવાહી, ચાર્જશીટ દાખલ | 2025-04-15 18:28:42
વક્ફ લો ના વિરોધમાં બંગાળમાં હિંસા ભડકી, તોફાનીઓએ વાહનોમાં આગ ચાંપી દીધી | 2025-04-14 19:59:28
વક્ફ લો પર PM મોદીનો સૌથી મોટો પ્રહાર, કહ્યું- કોંગ્રેસ કોઇ મુસ્લિમને પાર્ટીના અધ્યક્ષ બનાવે | 2025-04-14 13:30:05
PNB કૌભાંડના આરોપી ભાગેડું ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ | 2025-04-14 08:55:50
Big News: DRI નું મોટું ઓપરેશન, અંદાજે 52 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો | 2025-04-13 19:49:49