(demo pic)
Latest Surat News: : છેલ્લા ઘણા સમયથી સુરતમાં હાર્ટએટેકથી મોતના કેસ વધી રહ્યાં છે. છાતીમાં દુઃખાવો થયા બાદ ગોડાદરામાં 42 વર્ષીય મહિલા અને રાંદેરમાં પાલિકાના કર્મચારીની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.
રાંદેરમાં રામનગરમાં ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા 52 વર્ષીય રમેશભાઇ નાગજીભાઇ મકવાણાને છાતીમાં દુઃખાવો થયો હતો. બાદમાં તે પડી જતા હાલત ગંભીર થઇ હતી. તે બેભાન થઈ જતા સારવાર માટે 107 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ પાલિકાના એસ.આઇ તરીકે ફરજ બજાવતા હતા.
ગોડાદરામાં કલાકુંજ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય કાંતાબેન મનોહરભાઇ ગજરે ઘરે હતા, ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. બાદમાં તે અચાનક ઢળી પડતા બેભાન થઈ જતા સારવાર માટે ગાડાદરાની ખાનગી હોસ્પિટલ બાદ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મહિલાના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.
થોડા દિવસ પહેલાં શહેરના સરથાણામાં રહેતા એક સેલ્સમેનનું બેભાન થઈ જતાં મોત થયું હતું. અમરેલીના બગસરાના અને સરથાણાના વ્રજ ચોકમાં રહેતા સાગર મધુકર શેખ (ઉ.વ.32) ખાનગી દવાની કંપનીમાં સેલ્સેમન તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ સાંજના સમયે બાથરૂમમાં સ્નાન કરવા ગયા હતા. આ સમયે તેઓ અચાનક બેભાન થઈ ઢળી પડ્યાં હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમને પૂરતી સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. આ ઘટનાના થોડા દિવસ પહેલા ત્રણ લોકોના આવી જ રીતે મોત થયા હતા. શિયાળાની શરૂઆત પણ સરખી નથી થઈ ત્યાં સુરતમાં અચાનક મોતના સિલસિલાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રેડિંગના નામે રૂ. 1.84 કરોડની સાયબર છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ | 2025-11-17 21:47:34
તમે સાવધાન રહેજો....અમદાવાદમાં વૃદ્ધને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 17 લાખ પડાવી લેવાયા | 2025-11-17 21:27:05
સાઉદીમાં હૈદરાબાદનો આખો પરિવાર ખતમ થઇ ગયો, બસમાં આગ લાગતા 18 લોકોનાં મોત | 2025-11-17 21:03:25
મુન્દ્રા બંદર પર DRI ની મોટી કાર્યવાહી, 5 કરોડ રૂપિયાના ચાઇનીઝ ફટાકડા જપ્ત | 2025-11-17 20:45:54
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચૂકાદો | 2025-11-17 15:47:35
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા | 2025-11-17 12:17:07
ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી | 2025-11-17 09:46:36
બીલીમોરામાં SMC ની ટીમ અને ગુંડાઓ વચ્ચે ફાયરિંગ, હથિયારોની આપ-લે કરવા આવેલા આરોપીને પગમાં ગોળી વાગી | 2025-11-11 19:16:34
સુરતમાં ઘર કંકાસથી કંટાળેલા હોમિયોપેથી ડૉક્ટર કર્યો આપઘાત, લગ્નને 2 વર્ષ જ થયા હતા | 2025-11-10 15:09:59
નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યાં | 2025-11-10 11:01:20
સાયબર છેતરપિંડી દ્વારા રૂ.10 કરોડ પડાવ્યાં, ક્રિપ્ટોમાં ફેરવીને પાકિસ્તાન મોકલ્યાં, સુરતમાં આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ નેટવર્કનો પર્દાફાશ | 2025-11-08 22:37:03
સુરત:.મહિલા RFO સોનલ સોલંકી કારમાંથી લોહીલુહાણ હાલતમાં મળ્યાં | 2025-11-07 10:21:59