મનિષાએ દોઢ વર્ષ પહેલાં જ જીગ્નેશ સાથે બીજા લગ્ન કર્યાં હતા
ઘરના કામ બાબતે પતિ અને પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા
Vadodara Crime News: ગુજરાતમાં પણ હવે યુપી, બિહાર વાળી ઘટનાઓ બનવા લાગી છે. વડોદરાના પોર નજીકના સરાર ગામે એક શખ્સે તેની પત્નિ તથા સાસુને ચપ્પાના ઘા માર્યા હતા, જે બાદ તેણે પણ આપઘાત કરી લીધો હતો. ઘટનામાં સાસુનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે પત્નિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી.
પોર નજીક આવેલા સરાર ગામમાં રહેતી મનિષા વસાવાના લગ્ન અંકલેશ્વર તાલુકાના એખ ગામે રહેતા જીગ્નેશ પટેલ સાથે થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી મનિષા સાસરીમાંથી પોતાના પિયર સરાર ગામે આવી હતી. મનિષાના પિતા તથા ભાઇ કામ પર ગયા હતા અને ઘરે મનિષા તથા તેની માતા સુધાબેન વસાવા હાજર હતા.
દરમિયાન જીગ્નેશ પટેલ સરાર ગામે સાસરીમાં આવ્યો હતો અને તેની પત્ની તથા સાસુ સાથે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા જીગ્નેશ તેની પત્ની તથા સાસુ પર ચપ્પુના ઉપરાછાપરી ઘા મારવા લાગ્યો હતો. સુધાબેનને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે મનિષા લોહીલુહાણ હાલતમાં પડી ગઇ હતી. ત્યારબાદ જીગ્નેશ પટેલે જાતે પણ ઘરની બહાર નીકળીને ફળિયામાં વચ્ચે ઉભા રહીને પોતાના પર ચપ્પુના ઘા મારવા લાગ્યો હતો. જેથી પાડોશીઓને ઝઘડા અંગે જાણ થઇ હતી અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ગંભીર ઇજાઓને કારણે જીગ્નેશ પટેલનું પણ ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત મનિષાને એસએસજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વરણામા પોલીસને જાણ થતા તુરંત સ્થળ પર દોડી આવીને હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડોદરામાં ફેબ્રિકેશનના કામ વખતે સિલિન્ડર બ્લાસ્ટ, દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત | 2026-05-16 17:12:44
વડોદરા: UKમાં નોકરી કરતી પરિણીતાની પતિ અને સાસુ સામે ફરિયાદ, રૂ,77 લાખથી વધુની કમાણી ઉડાવી દીધાનો આક્ષેપ | 2026-05-08 16:55:04