વડોદરા અને સુરતમાં પણ ધોધમાર વરસાદ
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે, અમદાવાદમાં પણ મેઘમહેર થઈ છે, રવિવારે અમદાવાદના ગોતા-સાયન્સ સિટી બોપલમાં 7 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.શહેરમાં સરેરાશ વરસાદ 3 ઈંચ નોંધાયો હતો. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન દર વર્ષની જેમ આ વખતે પણ પાણીમાં બેસી ગયો હતો. અનેક વિસ્તારે પાણીમાં ગરકાવ થઈ ગયા અને જમીનની અંદર મસમોટા ભૂવા પડ્યાં હતા.
શેલામાં ઓર્કિડ સ્કાય પાસે ક્લબ ઓ 7 તરફ જવાના રસ્તે એક ટ્રક સમાઈ જાય તેવો મસમોટી ભૂવો પડયો હતો. જેના કારણે એક તરફનો રોડ બંધ કરવો પડ્યો હતો. આ મોટા ભૂવો જ તંત્ર દ્વારા કામગીરીમાં કેટલી બેદરકારી રાખવામાં આવી હશે, તેનો બોલતો પુરાવો હતો. ભારે વરસાદથી સાયન્સસિટી, ગોતા, બોપલના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. બાપુનગરથી બોપલ સુધીના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘણી જગ્યાએ ગટરીયા પાણી બેક માર્યા હતા. ભારે વરસાદથી મીઠાખળી, અખબાર નગર, મકરબા, ચાંદલોડીયા ખાતેના અંડરપાસ થોડો સમય માટે બંધ કરાયા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. માણાવદરમાં સવા આઠ ઈંચ, સુરતના મહુવામાં સાત ઈંચ, વંથલી, દ્વારકા, બારડોલી, કુતિયાણા, ઓલપાડ, કામરેજમાં છ-છ ઈંચ વરસાદ નોંધાયો હતો.
સુરત, મુંદ્રા, વાપી, મેંદરડામાં સાડા પાંચ ઈચ, કપરાડા, બાબરા, ભેંસાણ, વલસાડ, ભરૂચમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે, ગૃહમંત્રી શાહ અંતિમ દર્શન કરવા જશે | 2025-06-16 08:30:05
રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમયાત્રાની તૈયારીઓ, આ રૂટ રહેશે બંધ - Gujarat Post | 2025-06-15 11:51:28
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 31 લોકોનાંં ડીએનએ મેચ થયા, 12 મૃતદેહો સોંપવામાં આવ્યાં - Gujarat Post | 2025-06-15 11:44:33
અમદાવાદમાં પ્લેન ક્રેશનો Live વીડિયો બનાવનાર સગીર આવ્યો સામે, કહી આ વાત | 2025-06-14 15:12:30
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
બાળપણનું સપનું પુરું કરીને રોશની બની હતી એર હોસ્ટેસ, પ્લેન ક્રેશમાં થઇ ગયું મોત | 2025-06-13 13:46:10
Fact Check: પૂર્વ સીએમ વિજય રૂપાણીનો આ ફોટો અંતિમ ફોટો નથી, વર્ષ 2021 નો ફોટો છેલ્લો હોવાનું કહીને વાઇરલ કરાયો છે | 2025-06-13 12:55:21
દર્દનાક દિવસ....હજુ તો હાથની મહેંદી પણ સુકાઇ નથી અને પ્લેન ક્રેશમાં દીકરી વિધવા બની ગઇ | 2025-06-13 15:10:54
Acb ટ્રેપઃ મનરેગાના ટેક્નીકલ આસિસ્ટન્ટ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-05-31 21:54:26
Video: વડોદરામાં સોફિયા કુરેશીની બહેને પીએમ મોદીનું કર્યું સ્વાગત, રોડ શોમાં ઉમટ્યાં લોકો- Gujarat Post | 2025-05-26 11:07:44
Acb ની મોટી કાર્યવાહી, ફરિયાદીના રેકોર્ડિંગને આધારે વડોદરા મનપાના નાયબ કાર્યપાલ ઇજનેર સામે દોઢ લાખ રૂપિયાની લાંચ માંગવાનો ગુનો દાખલ | 2025-05-23 20:44:08
મંત્રી બચુ ખાબડે તો ભાજપ અને રાજ્ય સરકારની બરોબરની આબરૂ કાઢી, મનરેગા કૌભાંડમાં હવે બીજા પુત્રની પણ ધરપકડ | 2025-05-19 13:26:19