અમદાવાદ પોલીસ કમિશનરે જી. એસ. મલિકનું જાહેરનામું
તમામ પોલીસ કર્મીઓ માટે પણ હેલ્મેટનો કડક નિયમ લાગુ કરવામાં આવ્યો
પોલીસકર્મીઓ આ નિયમ તોડશે તો તેમની સામે થશે કાર્યવાહી
અમદાવાદઃ હાઈકોર્ટની ટકોર બાદ પણ ઘણા લોકો હેલ્મેટ પહેરતા નથી, હવે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને પોલીસકર્મીઓ માટે પણ હેલ્મેટના કાયદાની કડક અમલવારીનો આદેશ કર્યો છે. અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરીને જ પોલીસ સ્ટેશન આવવાનું રહેશે. જેમાં સિવિલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ અમલવારીની જવાબદારી જે-તે પોલીસ સ્ટેશનના અધિકારીની રહેશે.
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી, કર્મચારી, સિવિલિયન સ્ટાફ તમામ લોકોએ કચેરીએ જો ટુ-વ્હીલર લઈને આવ્યાં હોય તો ફરજિયાત પણે હેલ્મેટ પહેરવું પડશે. જેની ચકાસણી માટે કચેરીના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર તેની ચકાસણી કરવામાં આવશે. ચકાસણી દરમિયાન જો કોઈ કર્મચારી હેલ્મેટ વિના ફરજ પર આવ્યાંનું જણાશે તો તેમને પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ અન્ય પોલીસ સ્ટેશન, કચેરી, શાખા કે યુનિટમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post | 2025-03-28 20:28:00
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
સૌથી મજબૂત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરૂ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ | 2025-03-28 18:18:26