(demo pic)
Vadodara Crime News: વડોદરામાં રહીને એમ.એસ.યુનિવર્સિટીમાં ( M S University) અભ્યાસ કરતી મૂળ રાજસ્થાનની યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત (suicide) કરી લીધો. યુવતીએ એક ચિઠ્ઠી (suicde note)પણ લખી હતી. તેના પરથી લાગે છે કે યુવતી કોઇ કારણથી જિંદગીથી કંટાળી ગઇ હતી. રાજસ્થાનની યુવતી છાણી વિસ્તારમાં રહેતી હતી, ફોન રિસિવ ન કરતા તેની મિત્રએ આવીને રૂમ ખોલ્યો તો ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી હતી
મૂળ રાજસ્થાનની વતની અને વડોદરામાં છાણી વિસ્તારમાં નિસર્ગ રેસિડેન્સીમાં રહેતી 23 વર્ષની માનસી વિનોદભાઇ જાંગીડ (શર્મા). એમ.એસ.યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશન અભ્યાસક્રમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. નિસર્ગ રેસિડેન્સીમાં તે એકલી રહેતી હતી. વડોદરામાં જ રહેતી તેની એક મિત્ર પાસે માનસીના મકાનની એક ચાવી રહેતી હતી. આ મિત્રએ તેને ફોન કરતા ફોન રિસિવ કર્યો ન હતો. તેથી મિત્ર માનસીના ઘરે આવી હતી પણ દરવાજો અંદરથી લોક હતો.
દરવાજો ખટખટાવ્યાં બાદ પણ માનસીએ દરવાજો નહીં ખોલતા મિત્રએ પોતાની પાસેની ચાવીથી દરવાજો ખોલ્યો હતો અને અંદર જતાં જ ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. માનસીની લાશ ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હતી. આથી મિત્રએ તુરંત પોલીસને જાણ કરતા છાણી પોલીસે ઘટના સ્થળે આવીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, આપઘાતના બનાવની તપાસ હાથ ધરી છે. પોલીસને ત્રણ પાનાની ચિઠ્ઠી મળી છે, જે માનસીએ આપઘાત પહેલા લખી હોવાનું પોલીસનું માનવુ છે, જેમાં માનસીએ લખ્યુ છે કે 'મૈં થક ગઇ હૂં, મૈં બિલકુલ મર ચૂકી હૂં, મેરે દિલમેં બહોત દર્દ હૈ'. છાણી પોલીસે મૃતક વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગે તપાસ શરૂ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
63 વર્ષના ટ્યુશન શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો, પીડિતા ગર્ભવતી થઈ અને સત્ય સામે આવ્યું | 2026-02-09 08:43:08
અમદાવાદ- વડોદરા હાઈવે બનશે વધુ સુરક્ષિત: NHAI ₹8.51 કરોડના ખર્ચે ડેન્જર ઝોન સુધારશે | 2026-01-28 15:06:20
વડોદરામાં વૈભવી બંગલામાં રહેતો નકલી PSI ઝડપાયો, પોલીસ યુનિફોર્મ, એરગન જપ્ત | 2026-01-21 08:11:27
વડોદરામાં પોલીસે નંબર પ્લેટ વગરના બુલેટ ચાલક યુવકને ઢોર માર માર્યો | 2026-01-04 21:48:45
ત્રણ વર્ષનું અફેર, લિવ-ઇન અને સગાઈ...બાદમાં યુવતીએ સાથે રહેતા મંગેતરની જ હત્યા કરી નાખી | 2026-01-03 17:49:21