Tue,14 January 2025,12:14 pm
Print
header

બેલ્જિયમમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, પ્રેમીએ પ્રેમિકાને મિત્રોને આપી હતી ઉધાર, 10 છોકરાઓએ બનાવી હવસનો શિકાર

પ્રતિકાત્મક ફોટો

યુરોપઃ બેલ્જિયમમાં 14 વર્ષની સગીરા પર તેના બોયફ્રેન્ડ સહિત 10 છોકરાઓએ ગેંગરેપ કર્યો હતો. 14 વર્ષના બોયફ્રેન્ડ સહિત 10 સગીરોએ છોકરી સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો. સગીરા પર બળાત્કાર કરનારા તમામ આરોપીઓની ઉંમર 11 થી 16 વર્ષની વચ્ચે છે. એટલે કે આરોપીઓ પણ સગીર છે. પ્રેમીએ તેની પ્રેમિકાને તેના મિત્રોને સોંપી દીધી હતી. બાદમાં આ ખતરનાક ખેલ ખેલાયો હતો.

14 વર્ષના પ્રેમીએ તેની સગીર પ્રેમિકાને તેના મિત્રોને ઉધાર આપીને તેના પર ગેંગરેપ કર્યો હતો. આ પછી કિશોરી પર 10 સગીરોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાને વેસ્ટ ફ્લેન્ડર્સના જંગલવાળા વિસ્તારમાં લઈ જવામાં આવી હતી. પર્વત બાઇકર્સમાં આ સ્થળ લોકપ્રિય છે. જ્યાં તેના પ્રેમીએ તેના પર બળાત્કાર કર્યો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ પછી તેના મિત્રોને સોંપી દીધી હતી.

બળાત્કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

સામૂહિક બળાત્કાર કરનારા તમામ ઇમિગ્રન્ટ આરોપીઓએ બળાત્કારની આખી ઘટનાને તેમના સ્માર્ટફોનમાં રેકોર્ડ કરી અને પછી ક્લિપને સોશિયલ મીડિયા સ્નેપચેટ પર શેર કરી હતી. શકમંદોની ઓળખ લીક ન થાય તે માટે આ કેસની તપાસ ગુપ્ત રાખવામાં આવી છે. માતા-પિતા અને પોલીસને આ બનાવ વિશે જણવવામાં ઘણા દિવસો લાગ્યા હતા, સગીરા ડરના કારણે ચૂપ હતી. પોલીસ 10 છોકરાઓની ધરપકડ કરવામાં સફળ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch