Sat,27 July 2024,4:00 pm
Print
header

PM મોદીએ વારાણસીથી નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રાજનાથસિંહ, ચંદ્રબાબુ નાયડુ સહિતના આ દિગ્ગજ નેતાઓ રહ્યાં હતા હાજર

(PHOTO-ANI)

વારાણસીઃ પીએમ મોદીએ વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વડાપ્રધાન ત્રીજી વખત કાશીથી ચૂંટણી લડી રહ્યાં છે.  ઉમેદવારી નોંધવાના એક દિવસ પહેલા પીએમ મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ બેઠક પર 1 જૂને મતદાન થશે.

લોકસભા ચૂંટણી 2024 માં આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર હતા. વડાપ્રધાન પહેલા બનારસમાં દશાશ્વમેધ ઘાટ પર ગયા હતા અને પછી કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા હતા.

પીએમ મોદીએ વારાણસીની કલેક્ટર ઓફિસમાં ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ચિરાગ પાસવાન, ચંદ્રાબાબુ નાયડુ, મોદીના સમર્થક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ સહિત ઘણા દિગ્ગજ નેતાઓ અહીં હાજર હતા.

મોદીએ 2014 અને 2019માં વારાણસીથી લોકસભા ચૂંટણી જીતી હતી અને આ વખતે તેઓ ત્રીજી વખત અહીંથી ચૂંટણી લડવાના છે. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ વારાણસીમાં 1 જૂને મતદાન થશે. મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રોડ શો પણ કર્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch