Wed,15 May 2024,2:21 pm
Print
header

આ ત્રીજું મોટું ઓપરેશન..ગુજરાતના દરિયામાંથી ઝડપાયું બીજું કરોડો રૂપિયાનું 173 કિલો ડ્રગ્સ, બે શખ્સોની કરાઇ ધરપકડ

પોરબંદરઃ સતત ત્રીજા દિવસે ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. એટીએસ, નાર્કોટિક્સ અને કોસ્ટગાર્ડે સાથે મળીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બે દિવસ પહેલા ગાંધીનગરના પીપળજ, અમરેલી અને રાજસ્થાનથી અંદાજે 230 કરોડ રુપિયાનું ડ્રગ્સ પકડ્યું હતુ, ગઇકાલે પોરબંદરના દરિયામાંથી 600 કરોડ રૂપિયાનું અંદાજે 86 કિલો ડ્રગ્સ અને 14 પાકિસ્તાનીઓને ઝડપી લીધા હતા અને આજે પોરબંદરના દરિયામાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

સુરક્ષા એજન્સીઓએ એક ભારતીય બોટ પકડી પાડી છે, જેમાંથી 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

બંને આરોપીઓ પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સ લાવતા હતા અને તેઓ હવે સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઇ ગયા છે, નોંધનિય છે કે થોડા જ દિવસોમાં સુરક્ષા એજન્સીઓએ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડીને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch