Sat,27 July 2024,11:17 am
Print
header

મોદી પરિવારમાં જૂથવાદ વકર્યો, ભરત સૂતરિયાએ કહ્યું નારણ કાછડિયાને મેં ચાર વખત થેન્કયું કહ્યું છે, તેમને ભાજપનું અપમાન કર્યું

અમરેલીઃ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો સાંસદ નારણ કાછડિયાએ વિરોધ કર્યો, તેમને કહ્યું કે જેને થેન્ક્યું બોલતા નથી આવડતું, તેને અમારી પાર્ટીએ ટિકિટ આપી દીધી, નારણ કાછડિયાએ આ મામલે પોતાની પાર્ટી ભાજપને દ્રોહ કરનારી પાર્ટી ગણાવીને અમરેલીની જનતાનું અપમાન ગણાવ્યું હતું, તેમને ખુલ્લેઆમ ભાજપ સામે બળવો પોકાર્યો છે.

કાછડિયા સામે હવે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ લેટરબોમ્બ ફોડ્યો છે, કાછડિયાને પત્ર લખીને કહ્યું કે મે ચાર-ચાર વખત તમને થેન્ક્યું કહ્યું છે, તમારું જ્યારે માર્ગદર્શન લીધું છે ત્યારે તમારો આભાર માન્યો છે, ઉમેદવારોની પસંદગી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ કરતું હોય છે અને તમે સવાલ ઉઠાવીને પાર્લામેન્ટ્રી બોર્ડનું અપમાન કર્યું છે.

નારણ કાછડિયાએ કહ્યું હતુ તે અહીં અનેક સિનિયર અને હોશિયાળ નેતાઓ હોવા છંતા ભાજપે એવા વ્યક્તિને ટિકિટ આપી કે જેઓને થેન્ક્યું પણ બોલતા આવડતનું નથી, તેમને ભરત સુથરિયાને નિરક્ષણ ગણાવીને તેમનું અપમાન કર્યું હતુ, આ મામલે હવે અમરેલીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ગમે તેમ બોલનારા નેતાઓ સામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ કંઇ કરી શકતા ન હોવાનું ચિત્ર દેખાઇ રહ્યું છે.

થોડા દિવસ પહેલા સભામાં કહી હતી આ વાત

કાછડિયાએ રોષ ઠાલવતા કહ્યું કે અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર મામલે 23 લાખની વસ્તી અને 17 લાખ મતદાતાઓનો ભાજપે દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, બાવકુ ઊંધાડ, ડો.કાનાબાર, હિરેન હીરપરા જેવા ભાજપમાં મજબૂત ચહેરાઓ હોવા છંતા પાટીલ અને ભાજપે thank you ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકીટ આપીને જનતા સાથે દ્રોહ કર્યો છે. અહીં ભાજપે ભરત સુતરિયાને ટિકિટ આપી છે, જેમની સામે કોંગ્રેસના જૈનીબેન ઠુમ્મર ઉભા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch