Sat,27 July 2024,11:11 am
Print
header

8 કિલો સોનું, 14 કરોડ રૂપિયાની રોકડ.. મહારાષ્ટ્રના નાંદેડમાં IT દ્વારા મોટી કાર્યવાહી, કુલ રૂ.170 કરોડની બિનહિસાબી મિલકતો મળી

મહારાષ્ટ્રઃ નાંદેડમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અહીં IT ની ટીમે ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કો- ઓપરેટિવ બેંકમાં દરોડા પાડ્યાં હતા. આ સમયે કરોડો રૂપિયાની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે, જેને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે. ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી છે. જેની ગણતરી કરવામાં 14 કલાકનો સમય લાગ્યો હતો.

આવકવેરા વિભાગની આ કાર્યવાહી 72 કલાક સુધી ચાલુ રહી હતી. દરોડામાં આઇટી વિભાગને ભંડારી પરિવાર પાસેથી કુલ 170 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે. આ સિવાય 8 કિલો સોનું મળી આવ્યું છે. આવકવેરા વિભાગે 170 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ શોધી કાઢી છે, જે જપ્ત કરવામાં આવી છે. દરોડા દરમિયાન મળી આવેલી 14 કરોડની રોકડની ગણતરી કરવામાં અધિકારીઓને લગભગ 14 કલાક લાગ્યા હતા. 

ભંડારી પરિવારના વિનય ભંડારી, સંજય ભંડારી, આશિષ ભંડારી, સંતોષ ભંડારી, મહાવીર ભંડારી અને પદમ ભંડારી નાંદેડમાં ખાનગી ફાઇનાન્સનો મોટો બિઝનેસ ધરાવે છે. અહીં આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી હતી. જેના કારણે છ જિલ્લા પુણે, નાશિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના આવકવેરા વિભાગના ઘણા અધિકારીઓએ સંયુક્ત દરોડા પાડ્યાં હતા. 10 મેના રોજ ટીમે નાંદેડમાં ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યાં હતા.

લગભગ 100 અધિકારીઓની ટીમ 25 વાહનોમાં નાંદેડ પહોંચી હતી. ટીમે અલીભાઈ ટાવરમાં આવેલી ભંડારી ફાઇનાન્સ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ, કોઠારી કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ, કોકાટે કોમ્પ્લેક્સમાં આવેલી ત્રણ ઓફિસ અને આદિનાથ અર્બન મલ્ટીસ્ટેટ કો-ઓપરેટિવ બેંકમાં દરોડા પાડ્યાં હતા. ઉપરાંત પારસનગર, મહાવીર સોસાયટી, ફરંદે નગર અને કાબરા નગરમાં આવેલા આવાસ પર પણ દરોડા પાડવામાં આવ્યાં હતા.

આવકવેરા વિભાગે નાંદેડ જિલ્લામાં પ્રથમ વખત આવી કાર્યવાહી કરી છે. અધિકારીઓએ શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ કાર્યવાહી ચાલુ રાખી હતી. દરમિયાન તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. 72 કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં આવકવેરા વિભાગને 170 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે. વિભાગને 8 કિલો સોનું અને 14 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.હાલ ઈન્કમટેક્સ ટીમ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch