Sun,08 September 2024,12:08 pm
Print
header

ATS-NCB ના દરોડામાં નવું અપડેટ, આટલા કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત

ગુજરાત-રાજસ્થાનમાં નશો બનાવતી કુલ 4 જગ્યાઓએ દરોડા

ATS-NCB નું સંયુક્ત ઓપરેશન

અમદાવાદઃ NCBની ટીમે 2 રાજ્યોમાં 4 સ્થળો પર દરોડા પાડ્યાં હતા. રાજસ્થાનના જાલોરના ભીનમાલ અને જોધપુરના ઓસિયન, ગાંધીનગરના પીપળજ અને અમરેલીમાં દરોડા પાડ્યાં હતા. જેમાં અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરાઇ છે. આરોપીઓની પૂછપરછને આધારે હવે ગેંગના માસ્ટર માઇન્ડની શોધખોળ થઇ રહી છે.

આ તમામ જગ્યાઓ પરથી 149 કિલો એમડી ડ્રગ્સ, 50 કિલો એફેડ્રિન અને 200 લિટર એસિટોન જપ્ત કરાયું છે.જેની કિંમત અંદાજે લગભગ 230 કરોડ રૂપિયા જેટલી છે.

ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે જોધપુરના ઓસિયનમાં દરોડા પાડવામાં આવ્યાં હતા.અહીંથી એમડી બનાવવા માટેનો કાચો માલ મળી આવ્યો હતો. ઓસિયન જોધપુરના રહેવાસી રામ પ્રતાપને અહીંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તે મેડિકલ સ્ટોરનો સંચાલક પણ છે.

વિકાસ સહાયે જણાવ્યું કે અમરેલીમાં પણ રેડ કરાઇ હતી. જેમાં તિરુપતિ કેમ્પ ઈન્ડસ્ટ્રીમાંથી સાડા છ કિલો એમડી પાવડર અને ચાર લીટર પ્રવાહી એમડી મળી આવ્યું હતુ, અમરેલીના રહેવાસી નીતિન કાબરિયા અને કિરીટ માંડવિયાને અહીંથી કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા. ચારેય જગ્યાએથી ઝડપાયેલા ડ્રગ્સની કિંમત લગભગ 230 કરોડ રૂપિયા જેટલું હતુ.

વિકાસ સહાયે જણાવ્યું કે એટીએસ ડીવાયએસપી એસએલ ચૌધરીને બે મહિના પહેલા માહિતી મળી હતી કે અમદાવાદના રહેવાસી મનોહરલાલ અને ગાંધીનગરના કુલદીપ સિંહ ડ્રગ્સ બનાવવા માટે કાચો માલ લાવી રહ્યાં છે અને લેબમાં એમડી ડ્રગ્સ  બનાવીને માર્કેટમાં વેંચે છે. પછી એટીએસે એનસીબી સાથે મળીને આ માહિતી પર કામ કરવાનું શરૂ કર્યું.જેમાં હવે મોટા ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch