Sat,27 July 2024,2:58 pm
Print
header

સી.આર.પાટીલની મેન્ડેટની વાતો દિલીપ સંઘાણીએ વખોડી કાઢી, કહ્યું હું કોઇનાથી ડરતો નથી, વિકાસની રાજનીતિમાં માનું છું

રાજકોટઃ સૌથી મોટી ખેડૂતોની સંસ્થા ઇફ્કોના બીજી વખત ચેરમેન બન્યાં પછી દિલીપ સંઘાણી રાજકોટ આવ્યાં હતા, જ્યાં તેમને મીડિયા સાથે વાત કરી હતી, સંઘાણીએ કહ્યું કે અગાઉ આવી સહકારી ચૂંટણીઓમાં કોઇ મેન્ડટ અપાતા ન હતા, તેમને એક રીતે જયેશ રાદડિયાનો બચાવ કર્યો છે, રાદડિયાએ ભાજપનું મેન્ડેટ લઇને આવેલા બિપીન પટેલને હરાવી દીધા હતા અને તેઓ ઇફ્કોના ત્રીજી વખત ડિરેક્ટર બન્યાં હતા.

સી.આર.પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યાં પછી સહકારી સંસ્થાઓમાં ભાજપે ચૂંટણીઓમાં મેન્ડેટ આપવાનું ચાલુ કર્યું હતુ અને એક વ્યક્તિ એક પદની વાત કરી હતી. પાટીલે હાલમાં જ સહકારી સંસ્થાઓમાં ઇલુ ઇલુની વાત કરી હતી. જેની સામે દિલીપ સંઘાણીએ પણ તેમને જોરદાર જવાબ આપ્યો હતો. સંઘાણી સામે પાટીલ અને બિપીન પટેલ કંઇને કંઇ વિવાદીત બોલી રહ્યાં છે, પાટીલે કહ્યું હતું કે પાર્ટીના મેન્ડેટ વગર ચૂંટણી લડવી યોગ્ય નથી, બિપીન પટેલે કટાક્ષ કર્યો હતો કે સંઘાણી વિધાનસભામાં હારી ગયા હતા.

હવે પાર્ટી મેન્ડેટનું અનાદર કરનાર સામે કાર્યવાહીની માંગ રાજકોટના સહકારી નેતા બાબુ નસીતે કરી છે અને તેમને રાદડિયા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, હવે ઇફ્કોની તમામ રાજનીતિ પર સંઘાણી બોલ્યાં કે હું કોઇનાથી ડરતો નથી, હું ખેડૂતોના હિતમાં કામ કરૂં છું, હું વિકાસની વાતોમાં માનું છું, કોઇ વિવાદમાં માનતો નથી, હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ પોતાનાથી સિનિયર અને મોદીના નજીકના નેતા દિલીપ સંઘાણી પર કે જયેશ રાદડિયા પર કોઇ કાર્યવાહી કરી શકે છે કે કેમ તે જોવું રહ્યું ??

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch