ઉત્તરપ્રદેશઃ સીતાપુરમાં એક જ પરિવારના 6 લોકોનાં મોતથી ખળભળાટ મચી ગયો છે. યુવકે તેની માતા, પત્ની અને 3 બાળકોની નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી છે. આરોપીએ તેની માતાને ગોળી મારી અને તેની પત્નીની હથોડીથી હત્યા કરી નાખી અને 3 બાળકોને ધાબા પરથી ફેંકી દીધા હતા. આ ઘટના મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુર ગામમાં બની હતી.
પરિવારના પાંચ સભ્યોની હત્યા કર્યાં બાદ આરોપીએ જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસ અનુસાર આરોપી ડ્રગ એડિક્ટ હતો અને માનસિક રીતે અસ્વસ્થ હતો.
રામપુર મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુર ગામના રહેવાસી અનુરાગ ઠાકુર (ઉ.વ-42) શનિવારે સવારે તેની માતા સાવિત્રી (ઉ.વ-65), પત્ની પ્રિયંકા (ઉ.વ-40), પુત્રી અશ્વિની (ઉ.વ-12), નાની પુત્રી અશ્વિ (ઉ.વ-10) અને પુત્ર સાથે અદ્વૈત (ઉ.વ-6) ની હત્યા કરી નાખી હતી. આ પછી અનુરાગે પોતાને ગોળી મારી દીધી હતી. છ લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં છે.
મૃતક યુવક વ્યસની હતો. પરિવાર તેને ડ્રગ ફ્રી સેન્ટરમાં લઈ જવા માંગતો હતો, આ બાબતે રાત્રે ઝઘડો થયો હતો. આ પછી સવારે આ ઘટના બની હતી. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. પોલીસ અને એફએસએલની ટીમ તમામ પાસાઓ પર તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્લેન ક્રેશ ઈમરજન્સી સમયે પાયલોટે આપ્યો હતો Mayday કોલ... જાણો આ શબ્દનો અર્થ | 2025-06-12 17:45:54
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
Breaking News: પ્લેન ક્રેશની આ રહી પ્રથમ તસવીર, મૃતદેહો સિવિલ હોસ્પિટલ લઇ જવાયા | 2025-06-12 14:43:12
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી | 2025-06-11 16:21:32
રાજસ્થાનઃ દૌસા-મનોહરપુર હાઇવે પર ભયાનક અકસ્માત, વર-વધૂ સહિત 5 લોકોનાં મોત, 6 ઘાયલ | 2025-06-11 09:26:58
મસ્તી માટે ગયેલા પકડાયા...ઉદેપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, 15 ગુજરાતીઓ ઝડપાયા- Gujarat Post | 2025-06-11 09:23:37
રાજા રઘવુંશી હત્યા કેસઃ સોનમ સવારમાં જ મારવા માંગતી હતી પતિ રાજાને પણ...Gujarat Post | 2025-06-11 09:17:09