Fri,20 September 2024,12:22 pm
Print
header

શું ભાજપ અને પાટીલ જયેશ રાદડિયા સામે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરી શકશે ? રાદડિયાએ IFFCO ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ઘરભેગા કરી દીધા

ગાંધીનગરઃ ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા IFFCO ના ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાજપના ઉમેદવાર બિપીન પટેલની હરાવી નાખ્યાં છે. કુલ 182 મતોમાંથી 180 મતો પડ્યાં હતા, જેમાં જયેશ રાદડિયાને 114 મતો મળ્યાં, બિપીન પટેલને 66 મત મળ્યાં હતા. બિપીન પટેલ સહકાર મંત્રી અમિત શાહના ઘણા નજીકના ગણાય છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કહેવું છે કે ભાજપના મેન્ડેટને ધ્યાનમા રાખીને જ ચૂંટણી લડવી જોઇએ, એટલે કે ભાજપે જેને પસંદ કર્યાં છે તેઓ જ ચૂંટણી લડી શકે છે, જો કોઇ તે વાત નહીં માને તો ભાજપ શિસ્તભંગની કાર્યવાહી કરી શકે છે. હવે અહીં થયું છે એવું કે ભાજપના બિપીન પટેલને સપોર્ટ કરવાની જગ્યાએ ભાજપના જ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પોતાના દમ પર ભાજપના જ ઉમેદવારને હરાવી દીધા છે.

IFFCO ના ડિરેકટરની ચૂંટણીમાં અમિત શાહના નજીકના બિપીન પટેલની હાર

જયેશ રાદડિયાએ ભાજપના સાથ વગર જ જોરદાર જીત મેળવી

રાદડિયા વર્ષોથી સહકારી ક્ષેત્રમાં એક્ટીવ છે, તેઓ ત્રીજી વખત ઇફ્કોના ડાયરેક્ટર ચૂંટાઇ આવ્યાં છે, બિપીન પટેલ આ જગ્યાએ બેસવા માટે તત્પર હતા અને તેમને પાર્ટીને વિશ્વાસમાં લઇને મેન્ડેટ મેળવી લીધું હતુ, પરંતુ જયેશ રાદડિયા વર્ષોની પોતાની મહેનત છોડવા માંગતા ન હતા. હવે તેમનો એક જૂનો વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં તેઓ વિરોધીઓને સ્પષ્ટ સંદેશ આપી રહ્યાં છે કે આ ખેતર મારું છું અને હું તેને છોડવાનો નથી.

ભાજપે અગાઉ અનેક નેતાઓ પર શિસ્તભંગ બદલ કાર્યવાહી કરી છે

જયેશ રાદડિયા સૌરાષ્ટ્રમાં લેઉઆ પટેલ સમાજના અને ભાજપના મોટા નેતા છે, તેમના સ્વ.પિતા વિઠ્ઠલભાઇ રાદડિયા પણ એક દમદાર ખેડૂત અને સહકારી આગેવાન હતા.આ પરિવાર વર્ષોથી સહકારી બેંકો સહિતની સંસ્થાઓમાં સેવા આપી રહ્યો છે, પરંતુ આ વખતે ભાજપે જયેશ રાદડિયાને મેન્ડેટ ન આપતા તેઓ સ્વતંત્ર ચૂંટણી લડ્યાં અને જોરદાર રીતે તેમની જીત થઇ, જોવું રહ્યું કે ભાજપ આ વખતે રાદડિયા સામે બોલી શકે છે કે પછી ચૂપ રહેશે, અગાઉ ભાજપ શિસ્તભંગના નામે અનેક નેતાઓને ઘરભેગા કરી ચુકી છે,પરંતુ આ વખતે તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભાજપ સામે મજબૂત નેતા જયેશ રાદડિયા છે..

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch