Sat,27 July 2024,11:42 am
Print
header

ધોરણ- 10નું 82.56 ટકા પરિણામ, પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું રિઝલ્ટ- Gujarat Post

(photo: ANI)

આ વખતે કુલ 699598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

2023માં ધોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યુ હતું

અમદાવાદઃ ધો.12 નું પરિણામ જાહેર થયાના બે દિવસ બાદ ધો.10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું  પરિણામ  82.56 ટકા જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર- દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100%, તલગાજરડા( જિલ્લો ભાવનગર) 100% રહ્યાં છે. સૌથી પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ 87.22% આવ્યું છે.

જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર 74.57% રહ્યો છે. 100%  પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે 2023ની સરખામણીએ આવી સ્કૂલોની સંખ્યા વધીને 1389ને આંબી ગઈ છે જે 2023માં 272 જ હતી. 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે ઘટી છે જે 70ની આજુબાજુ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org ઉપરથી સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડનું વર્ષ 2023માં ઘોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યું હતુ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch