જવાહર ચાવડાના પુત્રએ ભાજપને હરાવવા બેઠક બોલાવી હતીઃ લાડાણી
જવાહર ચાવડા અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને બન્યાં હતા મંત્રી
કોંગ્રેસમાંથી આવેલા લાડાણીને ભાજપે બનાવ્યાં ઉમેદવાર
જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં ભાજપમાં ડખા શરૂ થઇ ગયા છે, પહેલા જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટનું માન ન રાખ્યું, પછી દિલીપ સંઘાણીએ પાટીલને સંભળાવી, અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પોતાની પાર્ટી ભાજપને દ્રોહ કરનારી પાર્ટી ગણાવી, ભરત કાનાબારે પણ તેને સમર્થન આપ્યું અને હવે જૂનાગઢની માણાવદર વિધાનસભા બેઠકના પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણી લાલઘૂમ થયા છે, તેમને હરાવવા માટે ભાજપની જ ફૌજ મેદાન હોવાનું કહીને તેમને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખ્યો છે.
લાડાણીએ જણાવ્યું કે, લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ 4 મેના રોજ તેમના માલિકીની ફેક્ટરીમાં એક હજાર કાર્યકરોની બેઠક બોલાવી હતી અને મને હરાવવા માટે અહીં ષડયંત્ર કરાયું હતુ. આ બેઠકમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને કહેવામાં આવ્યું હતુ કે આપણે બદલો લઇને કોંગ્રેસને જીતાડવાની છે.
તેમણે પત્રમાં લખ્યું છે કે માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોવિંદ સવસાણી, માણાવદર તાલુકા ભાજપના મહામંત્રી જગદીશ મારૂ, જૂનાગઢ જિલ્લા પંચાયતના બાળવિકાસ સમિતીના અઘ્યક્ષ રીનાબેન હિતેષભાઇ મારડીયાના સસરા જીવા કરશનભાઇ મારડીયા, માણાવદર શહેર ભાજપના મહામંત્રી વિક્રમસિંહ મનુભા ચાવડા સહિતના ભાજપના નેતાઓએ ભાજપને હરાવવા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી છે. જોવું રહ્યું ભાજપ પ્રદેશ અધ્યક્ષ હવે પાર્ટીને નુકસાન કરનારાઓ સામે શું કાર્યવાહી કરે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
અમદાવાદઃ તાંત્રિક વિદ્યાના નામે છેતરપિંડી અને હત્યાનું કાવતરું, પોલીસે કર્યો પ્લાનનો પર્દાફાશ | 2024-12-07 09:43:57
રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી ચલણી નોટોનાં બંડલ મળ્યાં, કોંગ્રેસે કહ્યું અદાણી મામલે ધ્યાન ભટકાવવા સરકારે કર્યું ષડયંત્ર | 2024-12-06 14:25:45
ગુજરાતમાં 13 નકલી ડોક્ટર ઝડપાયા, રૂ. 75 હજારમાં નકલી ડિગ્રી આપવાની આ રમત 2002થી ચાલી રહી હતી | 2024-12-06 12:14:34
ગીર સોમનાથમાં ગેરકાયદેસર દારૂનો નાશ કરવાનો હતો તે જથ્થામાંથી ASIએ જ દારૂની બોટલો ચોરી લીધી | 2024-12-06 09:48:06
ગુજરાતમાં હવે નકલી ઇડીના અધિકારીઓ, કચ્છમાં લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી | 2024-12-06 09:34:59
દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં નામ પર વાગી મ્હોર | 2024-12-04 13:50:51
પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખવીર સિંહ બાદલ પર ઘાતક હુમલો, ગોલ્ડન ટેમ્પલના ગેટ પાસે ગોળીબાર | 2024-12-04 10:34:24
Breaking News: દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન હુમલાનો પ્રયાસ | 2024-11-30 20:00:52
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં હારને લઈને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખખડાવ્યાં હોવાની ચર્ચાઓ | 2024-11-30 12:08:20
રૂપિયા 186 કરોડનું જીએસટી કૌભાંડ...રાજકોટના ઇન્ફિનિટી એક્ઝિમના ભાગીદારની ધરપકડ કરાઇ | 2024-12-05 10:28:17
નડિયાદ બિલોદરા બ્રિજ પર કારનું ટાયર ફાટતાં ભયંકર અકસ્માત સર્જાયો, ત્રણ લોકોનાં ઘટના સ્થળે મોત | 2024-12-04 09:59:49
આ સર્કલ ઓફિસરને ACB એ શીખવી દીધો સબક, રૂપિયા 10,000 ની લાંચ સાથે ઝડપાયા | 2024-12-03 16:25:41