Sun,12 May 2024,2:20 am
Print
header

ચીનમાં આવ્યો ભયંકર તોફાની ટોર્નેડો, અનેક ઈમારતો ધરાશાયી, અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત

ચીનઃ દક્ષિણ ચીનનું શહેર ગુઆંગઝૂમાં આવેલા ઘાતક ટોર્નેડોમાં પાંચ લોકોનાં મોત થઇ ગયા છે અને 33 થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે 141 ફેક્ટરીની ઇમારતોને નુકસાન થયું છે, ટોર્નેડો લેવલ વધુ તીવ્રતા પર હતુ, હોંગકોંગથી લગભગ 80 માઈલ (130 કિલોમીટર) દૂર આવેલા ગુઆંગઝોઉ શહેર, ગુઆંગડોંગ પ્રાંતની રાજધાની છે. જ્યાં આ તબાહીના દ્રશ્યો જોવા મળ્યાં છે.

બાયયુન જિલ્લાના લિયાંગટિયન ગામથી લગભગ 1.7 માઇલ દૂર આ તોફાને તબાહી મચાવી છે. ટોર્નેડો દરમિયાન મહત્તમ પવનની ઝડપ 20.6 મીટર પ્રતિ સેકન્ડ નોંધાઈ હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી 

આ વાવાઝોડું દક્ષિણ ચીનમાં ઘણા દિવસોના ભારે વરસાદ પછી આવ્યું છે, જેના કારણે ભયંકર પૂર આવ્યું છે, હજારો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. બચાવકર્મીઓએ પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથધરી  છે. ચાઇના હવામાન એજન્સીએ ભારે વરસાદની ચેતવણી આપી હતી. 

ગુઆંગડોંગ પ્રાંતમાં પૂર યથાવત છે, જેના કારણે એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, આ સપ્તાહની શરૂઆતમાં ગુઆંગડોંગમાં પૂરમાં 4 લોકોનાં મોત થયા છે.

જળવાયુ પરિવર્તન અંગે ચિંતા વધી છે

દક્ષિણ ચીનમાં ભારે વરસાદને કારણે લાખો લોકોને ગંભીર પૂરનું જોખમ છે. 16 એપ્રિલથી દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રદેશોમાંના એક ગુઆંગડોંગમાં સતત મુશળધાર વરસાદ પડ્યો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આબોહવા કટોકટી હવામાનમાં ફેરફાર કરવાનું ચાલુ રાખશે, જે જીવલેણ સાબિત થશે, જો કે, અમેરિકાની જેમ ચીનમાં ટોર્નેડો વારંવાર આવતા નથી. 1961 પછીના 50 વર્ષમાં દેશમાં ટોર્નેડોના કારણે 1,772 લોકોના મોત થયા હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch