Tue,14 May 2024,12:43 am
Print
header

રાજા-મહારાજાઓને અત્યાચારી કહેનારા રાહુલ ગાંધી સામે રોષ, હવે મોદીએ કહ્યું શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી

બેંગ્લુરુઃ ગુજરાતમાં ક્ષત્રિયો પર વિવાદીત ટિપ્પણી મામલે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ છે, ભાજપ સામે જોરદાર પ્રદર્શનો થઇ રહ્યાં છે, તેવામાં હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ક્ષત્રિય સમાજને દુખ થાય તેવું નિવેદન આપ્યું છે, રાહુલે કહ્યું કે આપણા રાજા- મહારાજાઓ અત્યાચારી હતી, જેના પર નવો વિવાદ છેડાયો છે. ક્ષત્રિય સમાજ હવે રાહુલ અને કોંગ્રેસ સામે આક્રોશમાં દેખાઇ રહ્યો છે.

બીજી તરફ કર્ણાટકમાં એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શહેઝાદામાં નવાબો કે સુલતાનો વિરુદ્ધ બોલવાની તાકાત નથી, કોંગ્રેસના આ રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન વ્યક્તિઓનું અપમાન કર્યું છે.

ભારતમાં અત્યાચાર સુલતાનો, નિઝામોએ કર્યો હતો અને ભારતના ભાગલા કરાવનારાઓની ભૂમિકા ભજવનારા નવાબો કોંગ્રેસને યાદ નથી આવતા.

મોદીએ કહ્યું કે કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, જેમણે આપણાં હજારો મંદિરો તોડ્યાં અને અપવિત્ર કર્યાં. કોંગ્રેસ ઔરંગઝેબના ગુણગાન ગાતી પાર્ટીઓ સાથે ખુશીથી ગઠબંધન કરે છે. આપણા તીર્થસ્થાનોનો નાશ કરનારા, લૂંટનારાઓ અને ગાયોની હત્યા કરનારાઓને આ લોકો ભૂલી ગયા છે.

રાહુલના નિવેદન પર ક્ષત્રિય નેતા પદ્મીની બા વાળાએ રોષ વ્યક્ત કરીને કહ્યું કે તેમને અમારા સમાજની માફી માંગવી જોઇએ, ભાજપના અનેક નેતાઓ પણ હવે રાહુલની ઝાટકણી કાઢી રહ્યાં છે, રાહુલે આ નિવેદન તૃષ્ટીકરણ કરવા માટે ઇરાદાપૂર્વક કર્યાનું રાજકીય નિષ્ણાંતો માની રહ્યાં છે, હવે આ વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરે તેવા સંકેત મળી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch