( PHOTO- ANI)
રાયબરેલીઃ દેશમાં જોરશોરથી ચૂંટણીનો માહોલ દેખાઇ રહ્યો છે, ચૂંટણી બાદ 4 જૂને કોની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલ તમામ રાજકીય પક્ષો સત્તામાં આવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે તેમના ચૂંટણી પ્રચાર માટે રાયબરેલી સંસદીય ક્ષેત્રમાં પહોંચ્યાં હતા, ત્યારે લોકોએ તેમને પૂછ્યું હતું કે તેઓ ક્યારે લગ્ન કરશે ? જ્યારે તેઓ કશું સાંભળી શક્યા ન હતા ત્યારે બહેન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકો પૂછે છે કે તમે ક્યારે લગ્ન કરશો ? આ સાંભળીને રાહુલ હસી ગયા હતા અને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરશે.
માતા સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા પછી, રાહુલ ગાંધી રાયબરેલી સંસદીય ક્ષેત્રથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. બહેન પ્રિયંકા ગાંધી ઘણા દિવસોથી ભાઈ રાહુલ માટે પ્રચાર કરી રહ્યાં છે. સોમવારે રાહુલ ગાંધીએ મહારાજગંજ શહેરના મેળાના મેદાનમાં જનસભાને સંબોધી હતી. પ્રિયંકાએ પણ રાહુલ સાથે સ્ટેજ શેર કર્યું હતું. ભાષણ આપીને રાહુલ જેવા આગળ વધ્યાં કે સામે બેઠેલા લોકો પૂછવા લાગ્યા કે રાહુલ ભૈયા લગ્ન ક્યારે કરશો ? રાહુલને કંઈ સમજાયું નહીં ત્યારે તેણે તેની બહેનને પૂછ્યું, આ લોકો શું કહી રહ્યાં છે ? તેના પર બહેને કહ્યું કે લોકો પૂછે છે કે તમારા લગ્ન ક્યારે થશે. તેના પર રાહુલે કહ્યું કે ટૂંક સમયામાં જ. જો કે રાહુલની આ વાતને લઇને હવે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે ખરેખર રાહુલ લગ્ન કરવાના છે કે પછી તેમને એમ જ લોકોને ખુશ કરવા આ વાત કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
"Now I'll have to get married very soon"
— Shantanu (@shaandelhite) May 13, 2024
Rahul Gandhi Ji on a question asked by people of Raebareli about his marriage. pic.twitter.com/N9rQQRRcI7
ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષ 50 વર્ષની પ્રેમિકા રિંકુ મજૂમદાર સાથે કરશે લગ્ન | 2025-04-18 12:10:35
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
કોંગ્રેસનો રોડમેપ ગુજરાતમાંથી નક્કી થશે, પાર્ટીમાં મોટા ફેરફારો થઈ શકે છે, નેતાઓને આ કાર્ય મળ્યું | 2025-04-16 08:55:09
Big News: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ED ની મોટી કાર્યવાહી, ચાર્જશીટ દાખલ | 2025-04-15 18:28:42
વક્ફ લો ના વિરોધમાં બંગાળમાં હિંસા ભડકી, તોફાનીઓએ વાહનોમાં આગ ચાંપી દીધી | 2025-04-14 19:59:28
વક્ફ લો પર PM મોદીનો સૌથી મોટો પ્રહાર, કહ્યું- કોંગ્રેસ કોઇ મુસ્લિમને પાર્ટીના અધ્યક્ષ બનાવે | 2025-04-14 13:30:05