Sat,27 July 2024,11:22 am
Print
header

અમારું કાશી- અમારા મોદી... વારાણસીમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ સ્વાગતમાં લગાવ્યાં નારા

ઉત્તરપ્રદેશઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં ભવ્ય રોડ શો કરી રહ્યાં છે. આ પછી તેઓ 14 મેના રોજ તેમની સંસદીય બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. પીએમ મોદી 2024ની લોકસભા ચૂંટણી માટે અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે. તેમના રોડ શોને ભવ્ય બનાવવા માટે ભાજપે જોરદાર તૈયારીઓ કરી હતી. એક દિવસ પહેલા પીએમ મોદીએ પટનામાં ભવ્ય રોડ શો કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલા સોમવારે સાંજે (13 મે) કાશીમાં છ કિલોમીટર લાંબો રોડ શો યોજી રહ્યાં છે. વડાપ્રધાન સતત ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે, જ્યાં લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં 1 જૂને મતદાન થશે. 5,000 થી વધુ મહિલાઓ વડાપ્રધાનના રોડ શોમાં જોડાઇ છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મંત્રીઓ અને ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

પીએમ મોદીના મેગા રોડ શોનો કાફલો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. સમગ્ર રૂટ પર લોકો હર હર મહાદેવ અને હર હર ગંગે, જયશ્રી રામના નારા લગાવી રહ્યાં છે. અનેક જગ્યાએ પીએમ મોદી પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે. સ્વાગત મંચ તરફથી પણ તેમનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. 

લોકો હાથ ઊંચા કરીને મોદીનું અભિવાદન કરી રહ્યાં છે. મોદી પણ લોકોના પ્રેમથી અભિભૂત થઈ રહ્યાં છે. તેમણે આટલો સ્નેહ અને પ્રેમ વરસાવવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. રોડ શો દરમિયાન પીએમ મોદીએ X પર એક પોસ્ટ લખીને કાશીને ખાસ ગણાવ્યું હતું. તેમને લખ્યું, 'કાશી ખાસ છે...અહીંના લોકોની હૂંફ અને સ્નેહ અદ્ભુત છે !'

પીએમ મોદીના રોડ શોનો કાફલો આગળ વધી રહ્યો છે. વિવિધ સ્થળોએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ માટે લોકો ઘરોની છત, દુકાનોની છત અને બાલ્કનીઓ પર ઉભા રહીને પીએમ મોદીનો રથ જ્યાં પણ પહોંચી રહ્યો છે ત્યાં લોકો તેના પર ફૂલ વરસાવી રહ્યાં છે અને હર હર મહાદેવના નારા લગાવી રહ્યાં છે.

પીએમ મોદીનો રોડ શો જ્યારે રૂટ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સમર્થકોની ભીડ હર હર મહાદેવ કહીને તેમનું સ્વાગત કરી રહી હતી. મોદી-મોદીના નારા પણ લાગ્યાં હતા. વારાણસીના લંકાથી વિશ્વનાથ મંદિર સુધીના રસ્તાઓ પર ભારે ભીડ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Watch

Watch