Sat,27 July 2024,4:20 pm
Print
header

લોકસભા ચૂંટણીઃ આજે ચોથા તબક્કાનું મતદાનઃ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, કીર્તિ આઝાદનું ભાવિ થશે ઇવીએમમાં કેદ- Gujarat Post

અલ્લુ અર્જુન, જૂનિયર એનટીઆરે વોટિંગ કર્યું

AIMIMના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીએ વોટિંગ બાદ કહ્યું, PM મોદીએ લઘુમતી સમૂદાય પર જે નિવેદનો આપ્યાં છે તે અયોગ્ય છે 

નવી દિલ્હીઃ લોકસભા 2024ની ચૂંટણીમાં (lok sabha elections 2024) અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ 283 બેઠકો પર મતદાન થયું છે. લોકસભાની 102 બેઠકો માટે પ્રથમ તબક્કાનું એપ્રિલની 19મીએ, 88 બેઠકો માટે બીજા તબક્કાનું એપ્રિલની 26મીએ, જ્યારે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું 7મી મેએ મતદાન થયું હતું. ત્યારે આજે ચોથા તબક્કામાં (lok sabha elections 4th phase voting) 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. આજે કુલ 1,717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે. આંધ્રપ્રદેશની તમામ 25 અને તેલંગાણાની 17 બેઠકો પર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સામાન્ય ચૂંટણીઓ ચોથા તબક્કાના મતદાન સાથે સમાપ્ત થશે. તેલંગાણામાં કુલ 525 અને આંધ્ર પ્રદેશમાં 454 ઉમેદવારો મેદાનમાં છે. દેશમાં આગામી ત્રણ તબક્કાનું મતદાન 20 મે, 25 મે અને 1 જૂને છે. 4 જૂને મતગણતરી થશે.

આ વખતે 96 બેઠકો માટે મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. પાંચ કેન્દ્રીય મંત્રીઓ ગિરિરાજ સિંહ, અર્જુન મુંડા, નિત્યાનંદ રાય, જી કિશન રેડ્ડી અને અજય મિશ્રા ટેની ઉપરાંત આજે યુપીની કન્નૌજ લોકસભા સીટ માટે પણ મતદાન થઈ રહ્યું છે. અહીં સપા પ્રમુખ અખિલેશ યાદવ ચૂંટણી મેદાનમાં છે. ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા, ટીએમસીના ઉમેદવાર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી, ટીએમસીના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ, AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી, ફિલ્મ અભિનેતા અને ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિંહા, આંધ્ર પ્રદેશના સીએમ વાય.એસ. જગન રેડ્ડીની બહેન અને કોંગ્રેસના ઉમેદવાર વાયએસ શર્મિલા જેવી હસ્તીઓ પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આજે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મને વિશ્વાસ છે કે આ તમામ બેઠકો પર લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે, જેમાં યુવા અને મહિલા મતદાતાઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. ચાલો આપણે આપણી ફરજ નિભાવીએ અને લોકશાહીને મજબૂત કરીએ !

અલ્લુ અર્જુન, જૂનિયર એનટીઆરે વોટિંગ કર્યું હતું. એક્ટર અલ્લુ અર્જુને હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં વોટ આપ્યાં બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું, કૃપા કરીને વોટ કરો. આ જવાબદારીથી ભરેલો દિવસ છે. હું જાણું છું કે ઉનાળો છે, પરંતુ આ દિવસ આપણું ભવિષ્ય નક્કી કરે છે. હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી. હું તટસ્થ છું. જે લોકો મારી નજીક છે તેમને હું સમર્થન આપીશ. મારા કાકા, મારા મિત્રો અને મારા સસરા બધા પક્ષોમાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch