Thu,12 June 2025,5:15 pm
Print
header

પ્રેમનો કરુણ અંજામ, હાલોલના રામેશરા ગામ પાસે કેનાલમાંથી સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળ્યાં- Gujarat Post

  • Published By
  • 2024-03-20 11:01:31
  • /

વડોદરાઃ હાલોલ તાલુકાના રામેશરા ગામ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાંથી સગીર વયના પ્રેમી પંખીડાના મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક અંતરિયાળ ગામના વતની આ બંને શનિવારે ઘરેથી નીકળી ગયા બાદ કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગામે રહેતો સગીર વયનો કિશોર અને સગીર વયની કિશોરી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને એક જ ગામમાં રહેતા હતા અને એક જ જ્ઞાાતિના હતા, તારીખ 16 માર્ચની રાત્રે પોતાના ઘરેથી ભાગી ગયા હતાં.

જે અંગે બંનેના ઘરે ખબર પડતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.દરમિયાન બંને પ્રેમીપંખીડાના મૃતદેહો હાલોલ તાલુકાના રામેશરા ગામ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં તરતા જોવા મળ્યાં હતાં. બંનેની લાશ ફૂલીને વિકૃત હાલતમાં મળી હતી,બનાવની જાણ હાલોલ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તેમના પરિવારજનોને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch