Tue,07 May 2024,4:26 am
Print
header

Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે

Gujarat Post Fact Check News: લોકસભા ચૂંટણીના (lok sabha elections 2024) પ્રચાર વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (congress leader Rahul Gandhi) ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ (viral photo) થઈ રહી છે, જેમાં તેઓ એક છોકરીને ગળે લગાવતા જોવા મળી રહ્યાં છે. આ સાથે અસદુદ્દીન ઓવૈસીની રેલીમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવનારી યુવતીની તસવીર પણ શેર કરવામાં આવી રહી છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર અમૂલ્યા લિયોનાને ગળે લગાવી રહ્યાં છે.

Gujarat Post Fact Check News: લોકસભા ચૂંટણી વચ્ચે એક યુઝરે ફેસબુક પર તસવીર શેર કરી અને લખ્યું, 'પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર છોકરીને રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં ગળે લગાવી હતી. હવે આનાથી વધુ પુરાવાની શું જરૂર છે કે આ લોકો દેશના જ વિરોધી છે ?

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Gujarat Post Fact Check News: પરંતુ અમારા ફેક્ટ ચેકમાં ખુલાસો થયો છે કે વાયરલ તસવીરમાં રાહુલ ગાંધી સાથે દેખાતી છોકરી અમૂલ્યા લિયોના નથી પરંતુ કેરળ સ્ટુડન્ટ યુનિયનના એર્નાકુલમ જિલ્લાની તત્કાલીન સેક્રેટરી મીવા જોલી છે. 2022માં પોસ્ટ કરાયેલો આ અસલ ફોટો મીવાના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે. 2022માં પણ આ જ ખોટા દાવા સાથે રાહુલ ગાંધીની તસવીર વાયરલ થઈ હતી. હવે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ દાવાઓ સાથેની આ તસવીર તાજેતરના દિવસોમાં ફરી એકવાર વાયરલ થઈ છે.

અમે આ ફોટોને લઇવે ઇન્ટરનેટ પર ઘણી માહિતી સર્ચ કરી, ગુગલમાં સર્ચ કર્યાં પછી અમને ખબર પડી કે આ પાકિસ્તાન જિંદાબાદ કહેનારી છોકરી નથી, આ કેરળની મીવા જોલી છે, જેથી આ ફોટો ખોટી રીતે વાઇરલ કરવામાં આવી રહ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch