(રાહુલ ગાંધીની મણિપુર મુલાકાતની તસવીર)
Gujarat Post Fact Check: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 8 જુલાઈ, 2024ના રોજ હિંસાગ્રસ્ત મણિપુરમાં ચૂરાચંદપુર, મોઇરાંગ અને જીરીબામમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી. આ પછી સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મણિપુરના લોકોએ રાહુલ ગાંધીની સામે 'રાહુલ ગાંધી ગો બેક'ના નારા લગાવ્યાં છે. જો કે, તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે આ વીડિયો આસામનો છે અને ઘણો જૂનો છે.
9 જુલાઈ, 2024ના રોજ પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી ભીડમાંથી બહાર નીકળતા જોવા મળે છે. વીડિયોમાં લોકો 'રાહુલ ગાંધી ગો બેક'ના બેનર પકડેલા જોવા મળે છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સમાંથી ભાગી ગયા. રાહુલ ગાંધી મણિપુરના લોકોને મળવા માટે પ્રવાસ પર હતા, પરંતુ મણિપુરના લોકોએ ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લગાવ્યાં. તેમની સામેનો વિરોધ જોઈને રાહુલ ગાંધી દરવાજામાંથી બહાર નીકળી ગયા.
અમારા ફેક્ટ ચેક દરમિયાન આ વીડિયો મણિપુરનો નહીં આસામનો હોવાનું જાણવા મળ્યું. આસામમાં નાગાંવના અંબાગન વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 'રાહુલ ગાંધી ગો બેક' અને 'અન્યયા યાત્રા'ના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાન્યુઆરી મહિનામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા માટે આસામમાં હતા, ત્યારે મોડી સાંજે નાગાંવના અંબાગન વિસ્તારમાં સ્થાનિક લોકોએ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ 'રાહુલ ગાંધી ગો બેક' અને 'અનયા યાત્રા'ના નારા લગાવ્યાં હતા. આમ, અમારી તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો રાહુલ ગાંધીની તાજેતરની મણિપુર મુલાકાતનો નથી. આ જૂનો વીડિયો આસામનો છે.
#WATCH | Assam: A large number of people carrying posters of 'Rahul Gandhi go back' and 'Anyaya Yatra' held a protest against Congress leader Rahul Gandhi in the Ambagan area of Nagaon this evening. pic.twitter.com/e4fFIwqFSa
— ANI (@ANI) January 21, 2024
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણીનાં ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆત | 2025-01-11 19:38:31
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોધરા રમખાણો પર ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું આ ઇન્ટરવ્યુંમાં ? | 2025-01-10 17:41:51
હું ભગવાન નથી, મારાથી પણ ભૂલ થઈ શકેઃ પ્રથમ પૉડકાસ્ટમાં બોલ્યા પીએમ મોદી - Gujarat Post | 2025-01-10 11:14:56
Delhi Election: 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન, આ તારીખે પરિણામ આવશે | 2025-01-07 15:26:00
રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળાના પરિવારમાં કકળાટ, બહેનોએ 200 કરોડ રૂપિયાની જમીનને લઇને લગાવ્યાં આરોપ | 2025-01-07 11:00:10
Fact Check: શું ચીને ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે ? જાણો આ વાયરલ દાવાની સત્યતા | 2025-01-06 17:24:09
Fact Check News: અભિષેકથી છૂટાછેડા બાદ ઐશ્વર્યા રાયે લંડન સ્થિત બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હોવાના અહેવાલ ખોટા છે, આ છે સત્ય | 2024-12-30 15:46:32
Fact Check: દક્ષિણ કોરિયાના ઓવરબ્રિજને જમ્મુ નેશનલ હાઈવે તરીકે વર્ણવવામાં આવ્યો, આ દાવો ખોટો છે | 2024-12-21 12:00:34
Fact check: પેટ્રોલ પંપ પર લટાર મારતા સિંહનો આ વીડિયો યુપીના ગજરૌલાનો નથી, પરંતુ ગુજરાતનો છે | 2024-12-11 12:26:42
FACT CHECK: શું ખરેખર ગુજરાતનો મેટ્રો બ્રિજ તૂટી પડ્યો હતો ? જાણો આ દાવાની સત્યતા | 2024-12-03 09:15:47