Gujarat Post Fact Check News: દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ દરમિયાન અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા ફેક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વરસાદ દરમિયાન આવું થયું હોવાનું કહીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. જો કે, અમારા ફેક્ટ ચેકમાં દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં કેટલાક લોકો ટ્રેનની અંદર જોવા મળે છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ટ્રેનની છત લીક થઈ રહી છે અને લોકો અંદર છત્રી લઈને ઉભા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકારમાં પેપર લીકની જેમ ટ્રેનો લીક થઈ રહી છે. આ સાથે વાયરલ વીડિયોના કેપ્શનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે 'મોદી હૈ તો મુમકીન હૈ.' પેપર લીકની જેમ ટ્રેનની છત પણ લીક થઈ રહી છે, જેમાં વરસાદની મજા માણી શકાય છે.
અમારા ફેક્ટ ચેક દરમિયાન ભારતીય રેલવેનું એક ટ્વિટ જોવો મળ્યું, જેમાં આ જ વીડિયો બતાવવામાં આવ્યો હતો. એક ટ્વિટ દ્વારા રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વીડિયો ઘણો જૂનો છે, જે ખોટી રીતે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો આ વરસાદનો નથી. ખોટા દાવા સાથે ઘણા જૂના વીડિયો શેર કરવામાં આવી રહ્યાં છે. તેથી લોકોને એવી કોઈપણ પોસ્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
સંસદમાં ચર્ચા વચ્ચે મધ્યરાત્રિએ મહિલા અનામત કાયદો 2023 અમલમાં આવ્યો, જેના માટે એક સૂચના જારી કરવામાં આવી | 2026-04-17 08:41:31
મહિલાઓ હવે પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચવા આતુર, વિરોધ કરનારાઓએ ભોગવવી પડશે કિંમત: PM મોદી | 2026-04-16 17:05:18
છત્તીસગઢઃ વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 10 મજૂરોનાં મોત | 2026-04-14 18:06:24
સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી હશે, NDA ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો સર્વાનુમતે નિર્ણય | 2026-04-14 18:01:32
Fact Check: SBI યુઝર્સએ તેમનું આધાર અપડેટ કરવા માટે આ ફાઇલ ડાઉનલોડ કરવી પડશે, વાયરલ મેસેજનું સત્ય જાણો | 2026-01-17 20:58:15
Fact Check: ઈરાન હિંસામાં 6 ભારતીય નાગરિકોની ધરપકડની વાતમાં સામે આવ્યું સત્ય, જાણો- રાજદૂતે શું કહ્યું ? | 2026-01-12 14:19:38
Fact Check: મધ્યપ્રદેશમાં ટ્રેક્ટર રેલીનો જૂનો વીડિયો અરવલ્લીના વિરોધ પ્રદર્શન સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે | 2025-12-30 08:56:25
Fact Check: બિહારમાં મુસ્લિમ મહિલાઓનો હિજાબ ઉતારીને ખુરશીઓથી માર મારવામાં આવ્યો ? વાયરલ વીડિયોનું સત્ય જાણો | 2025-12-26 16:42:56
Fact Check: ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચ પર હુમલા પછી શું મુસ્લિમોએ લંડનમાં ઉજવણી કરી હોવાની વાત ખોટી છે | 2025-12-18 09:09:16