Gujaratpost fact check: છેલ્લા એક સપ્તાહમાં લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 1000 લોકોનાં મોતનો દાવો છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. ઈઝરાયેલનું કહેવું છે કે તે હિઝબુલ્લાહ લડવૈયાઓ અને તેના સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે. ઇઝરાયેલના પીએમએ લેબનોનના લોકોને હસન નસરુલ્લાહના ચુંગાલમાંથી બહાર નીકળવાની અપીલ કરી છે. જે હિઝબુલ્લાહના ચીફ છે. ઈઝરાયેલના પીએમ નૈતન્યાહુએ એક વીડિયો સંદેશ જારી કરીને કહ્યું હતું કે તેમના દેશની લડાઈ લેબનીઝ નાગરિકો સાથે નથી, પરંતુ હિઝબુલ્લાહ વિરુદ્ધ છે. હવે નસરુલ્લાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે રડતા જોવા મળી રહ્યાં છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લેબનોન પર તાજેતરના હુમલામાં પોતાના ટોચના કમાન્ડર મોહમ્મદ કબિસીને ગુમાવ્યાં બાદ નસરુલ્લા ખૂબ જ રડવા લાગ્યા હતા. જોકે, જ્યારે ગુજરાત પોસ્ટે આ દાવાને તપાસ્યો ત્યારે તે સંપૂર્ણ રીતે ખોટો સાબિત થયો હતો. આ વીડિયોને લેબનોનમાં ઈઝરાયેલના હુમલા સાથે કોઈ લેવાદેવા નથી. નસરુલ્લાહનો આ વીડિયો 2 વર્ષથી વધુ જૂનો છે.
શું દાવો કરવામાં આવ્યો હતો ?
લોકો નસરુલ્લાનો વીડિયો અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યાં છે અને દાવો કરી રહ્યાં છે કે કમાન્ડર મોહમ્મદ કબિસીની હત્યા બાદ તે જોર જોરથી રડી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝરે વીડિયો શેર કર્યો અને લખ્યું કે એક દિવસ પોતાના કૃત્યની સજા ભોગવવી પડશે ! આ કટ્ટરવાદી મુસ્લિમને સારી રીતે જુઓ !
આ છે હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનનો કમાન્ડર નસરુલ્લાહ. ઑક્ટોબર 1947માં જ્યારે ઈઝરાયેલી લોકો માર્યા ગયા ત્યારે તે જોરથી હસી રહ્યાં હતા ! આજે જ્યારે હિઝબુલ્લાહના આતંકવાદીઓ માર્યા ગયા ત્યારે તે રડી રહ્યાં છે. આજે તે પોતાના લોકોના જીવન માટે ભીખ માંગી રહ્યાં છે. ઘણા લોકોએ ફેસબુક અને X પર સમાન કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે.
Gujaratpost fact check એ તપાસ કરી
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો, તેથી અમે આ દાવાની તપાસ કરવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ અમે ગુગલ ઓપન સર્ચની મદદથી વિવિધ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ચ કર્યું. આ સમય દરમિયાન અમને ઘણા મીડિયા રિપોર્ટ્સ મળ્યાં, જેમાં વીડિયોના સ્ક્રીનશોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વીડિયોની સત્યતા જાણવા માટે, અમે રિવર્સ સર્ચ કર્યું અને એક ફેસબુક એકાઉન્ટ મળ્યું જેના પર 12 ઓગસ્ટ, 2022ના રોજ વાયરલ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે વીડિયો તાજેતરનો નથી પરંતુ 2 વર્ષ જૂનો છે.
અમને યુટ્યુબ પર વાયરલ ક્લિપ સંબંધિત ઘણા વીડિયો પણ મળ્યાં. વાયરલ ક્લિપ બે વર્ષ પહેલા મોઆમેલ અલ-મકદિસી નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવી હતી. અહીંથી પ્રાપ્ત માહિતી અનુસાર, નસરુલ્લાહ પયગંબર મોહમ્મદ સાહેબના પૌત્ર ઈમામ હુસૈનની શહાદતને યાદ કરીને રડી રહ્યાં હતા.
હકીકત તપાસમાં શું બહાર આવ્યું ?
તપાસ દરમિયાન વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાત પોસ્ટના ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે નસરુલ્લાહનો રડતો એક જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જે તેને લેબનોન પરના વર્તમાન હુમલા સાથે જોડે છે. આ વીડિયો નકલી દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે, તેથી, લોકોને આવી કોઈપણ નકલી પોસ્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પાકિસ્તાનના કરાંચીમાં જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે બ્લાસ્ટમાં ત્રણ લોકોનાં મોત, આતંકી સંગઠને લીધી જવાબદારી | 2024-10-07 10:20:52
Israel Iran War: ઇરાનની ધમકી...જો અમને ઉશ્કેરવામાં આવશે તો અમે એવો જવાબ આપીશું કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય | 2024-10-06 08:27:27
વિદેશ મંત્રી એસ. જયશંકર જશે પાકિસ્તાન, સ્વ.સુષ્મા સ્વરાજે 9 વર્ષ પહેલા પાડોશી દેશની લીધી હતી મુલાકાત | 2024-10-04 17:37:35
Video: બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર બંધ થાય, ન્યૂયોર્કના આકાશમાં વિશાળ બેનર દેખાયું- Gujarat Post | 2024-10-04 10:08:45
હિઝબુલ્લાહના ઉત્તરાધિકારી સફીદ્દીન માર્યા ગયા, પોતાને પયંગબરના વંશજ ગણાવતા હતા | 2024-10-04 09:18:53
Fact Check: રામગીરી મહારાજની ટીકા કરતો વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો નકલી છે, તમે પણ ન કરતા શેર | 2024-09-29 10:01:23
Fact Check: સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં તિરાડ પડી હોવાની વાતથી હોબાળો, આ અહેવાલ સાચા નથી- Gujarat Post | 2024-09-11 13:21:35
Fact Check: ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો જૂનો વીડિયો તાજેતરનો જણાવીને કરાયો છે વાયરલ, આ છે હકીકત- Gujarat Post | 2024-09-10 10:12:33
Fact Check: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે વડોદરામાં પૂર આવ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-09-05 09:46:47