શ્રીનગરઃ ગાંદરબલ ગગનગીરમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે રાજકીય વાતાવરણ ગરમ છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ મજૂરો પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે તેઓ પાકિસ્તાનને કહેવા માંગે છે કે જો તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે તો તેમણે આતંકવાદને ખતમ કરવો પડશે અને જમ્મુ-કાશ્મીરના લોકોને સન્માન સાથે જીવવા દેવા પડશે.
જો તમારે ભારત સાથે મિત્રતા રાખવી હોય તો..
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે હું પાકિસ્તાન સરકારને કહેવા માંગુ છું કે જો તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે તો આતંકવાદને ખતમ કરો. કાશ્મીર પાકિસ્તાન નહીં બને. આપણે ગૌરવ સાથે જીવવું જોઈએ અને સફળ થવું જોઈએ. જો આ લોકો 75 વર્ષ સુધી પાકિસ્તાન નથી બનાવી શક્યા તો હવે કેવી રીતે શક્ય બનશે ? આતંકવાદને ખતમ કરવાનો સમય આવી ગયો છે, નહીં તો પરિણામ ખૂબ જ ગંભીર હશે. જો નિર્દોષ લોકોને મારી નાખશો તો વાતચીત કેવી રીતે થશે ?
વિશેષ ટીમ તપાસ માટે ગગનગીર પહોંચી
ગગનગીર આતંકી હુમલાની ઘટનાની તપાસ માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ જમ્મુ-કાશ્મીર જવા રવાના થઈ હતી. જમ્મુ અને કાશ્મીરના ગગનગીર વિસ્તારમાં રવિવારે સાંજે કન્સ્ટ્રક્શન સાઇટ પર આતંકવાદીઓએ હુમલો કરતા 7 લોકોનાં મોત થયા છે. સુરક્ષા દળોએ ગગનગીર, સોનમર્ગ અને ગાંદરબલના વિસ્તારોને ઘેરી લીધા છે અને આતંકીઓની શોધખોળ થઇ રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષ 50 વર્ષની પ્રેમિકા રિંકુ મજૂમદાર સાથે કરશે લગ્ન | 2025-04-18 12:10:35
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
Big News: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ED ની મોટી કાર્યવાહી, ચાર્જશીટ દાખલ | 2025-04-15 18:28:42
વક્ફ લો ના વિરોધમાં બંગાળમાં હિંસા ભડકી, તોફાનીઓએ વાહનોમાં આગ ચાંપી દીધી | 2025-04-14 19:59:28
વક્ફ લો પર PM મોદીનો સૌથી મોટો પ્રહાર, કહ્યું- કોંગ્રેસ કોઇ મુસ્લિમને પાર્ટીના અધ્યક્ષ બનાવે | 2025-04-14 13:30:05
PNB કૌભાંડના આરોપી ભાગેડું ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ | 2025-04-14 08:55:50
Big News: DRI નું મોટું ઓપરેશન, અંદાજે 52 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો | 2025-04-13 19:49:49