Thu,09 May 2024,2:28 pm
Print
header

કારનો કૂચ્ચો બોલાઇ ગયો... અમેરિકામાં આણંદની ત્રણ મહિલાઓનાં કાર અકસ્માતમાં થયા મોત

(મૃતક મનિષાબેનનો ફાઇલ ફોટો)

અમેરિકાઃ ત્રણ ગુજરાતી મહિલાઓના એક કાર અકસ્માતમાં મોત થઇ ગયા છે, અમેરિકાના સાઉથ કેરોલિનામાં આ ભયાકન કાર અકસ્માત થયો છે. જેમાં રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ, મનિષાબેન પટેલના અકસ્માત સ્થળે જ મોત થઇ ગયા છે.

ગ્રીનવિલે કાઉન્ટી કોરોનોનેરમાં પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ એક એસયુવી કાર તેના રસ્તા પરથી ભટકી ગઇ હતી અને તે ચાર લેન પાર કરીને હવામાં 20 ફૂટ ફંગોળાઇ હતી અને બ્રિજની સામેની દિશામાં એક ઝાડ સાથે અથડાઇ હતી.

પોલીસે જણાવ્યું હતુ કે આ કાર ઓવર સ્પીડમાં દોડી રહી હતી અને આ ભયાનક અકસ્માત થયો હતો.મૃતકોમાં બે મહિલાઓ આણંદના વાસણા અને એક મહિલા કાવિઠા ગામની રહેવાસી હતી. તેઓ વર્ષોથી પરિવાર સાથે અમેરિકામાં રહેતા હતા. તેમના મોતથી તેમના વતનમાં માતમ છવાઇ ગયો છે.

હાલમાં પોલીસે તેમના પરિવારજનોને જાણ કરીને આ અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે, અહીં રહેતા તેમના પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch