Mon,20 May 2024,8:11 am
Print
header

ટાંકીની સફાઈ દરમિયાન ગુંગળામણથી મકાન માલિકના પુત્ર સહિત 4 લોકોનાં મોત- Gujarat Post

લખનઉઃ ઉત્તરપ્રદેશના ચંદૌલી જિલ્લાના મુગલસરાય કોતવાલી વિસ્તારના એક મકાનમાં બુધવારે રાત્રે સેપ્ટિક ટાંકીની સફાઈ કરતી વખતે ઝેરી ગેસને કારણે ત્રણ સફાઈ કામદારો સહિત 4 લોકોનાં મોત થઇ ગયા છે. ત્રણ કામદારોને બચાવવાના પ્રયાસમાં બિલ્ડિંગ માલિકનો પુત્ર પણ ટાંકીમાં ગયો હતો. ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ ચારેયને બહાર કાઢ્યાં હતા. આ પછી, ત્રણને જિલ્લા હોસ્પિટલમાં અને એકને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં તબીબોએ તમામને મૃત જાહેર કર્યાં હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બુધવારે રાત્રે લગભગ 12 વાગ્યે વિનોદ રાવત (ઉં.35 વર્ષ), કુંદન (42 વર્ષ) અને લોહા (23 વર્ષ) લાથમાં રહેતા ભરતલાલ જયસ્વાલના ઘરે સેપ્ટિક ટાંકી સાફ કરવાનું કામ કરી રહ્યાં હતા.

ટાંકી લગભગ 12 ફૂટ ઊંડી હતી. ત્રણેય સફાઈ કામદારોએ અડધી ટાંકી સાફ કરી હતી. મજૂરો ઝેરી ગેસની અસરમાં આવી ગયા હતા. સફાઈ કામદારોને બચાવવા બિલ્ડિંગ માલિકના પુત્ર અંકુર જયસ્વાલે (23) તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન અંકુર પણ ટાંકીમાં પડી ગયો હતો. 

આ પછી, એક વ્યક્તિને ટ્રોમા સેન્ટર અને ત્રણ લોકોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં તબીબોએ તમામને મૃત જાહેર કર્યા હતા. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા વહીવટીતંત્ર પાસે સફાઈ કામદારોને વળતર આપવાની માંગ કરાઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch