Mon,20 May 2024,8:12 pm
Print
header

વાજતે ગાજતે જે ધવલ ઝાલાને ભાજપ પાર્ટીમાં લાવી હતી, તેને કમલમ બહાર હોબાળો કરાવીને ભાજપની આબરૂના ધજાગરા કર્યાં- Gujarat Post News

ગાંધીનગરઃ શિસ્તમાં માનનારી પાર્ટી ભાજપને હવે તેના જ નેતાઓ પોતાનો પાવર બતાવી રહ્યાં છે, બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ટિકિટ ન મળતા તેમને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે, કમલમ બહાર ખુબ જ મોટી સંખ્યામાં ઝાલાના સમર્થકોએ ભાજપનો વિરોધ કરીને ધવલસિંહની ટિકિટની માંગ કરી છે, અરવલ્લીની બાયડ-માલપુર બેઠક પર ભીખીબેનને ટિકિટ મળી છે અને ધવલ ઝાલાનું પત્તુ કપાયું છે.

અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા ધવલ ઝાલા અલ્પેશની સાથે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં હતા, તે સમયે ભાજપે પણ તેમને વાઝતે ગાઝતે પાર્ટીમાં એન્ટ્રી આપી હતી, હવે તેમના સમર્થકોએ જોરદાર શક્તિ પ્રદર્શન કરીને ભાજપને દબાવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપની આબરુના ધજાગરા થઇ રહ્યાં છે, અત્યાર સુધી કમલમની બહાર જઇને આવું કરવાની કોઇએ પણ હિંમત નથી કરી.

કમલમ બહાર મોટી સંખ્યામાં ઝાલાના સમર્થકોએ સુત્રોચ્ચાર કરીને તેમને ટિકિટ આપવાની માંગ કરી છે, જોવું રહ્યું શિસ્તમાં માનનારી પાર્ટી ધવલ ઝાલા સામે શું કાર્યવાહી કરશે. જો કે ઝાલાના સમર્થકોનું કહેવું છે કે આ જ ભીખીબેને 2019 ની ચૂંટણીમાં ધવલ ઝાલા વિરૂદ્ધ મતદાન કરાવીને ભાજપની એક બેઠક ઓછી કરાવી હતી. અહીં કોંગ્રેસના જસુ પટેલની જીત થઇ હતી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch