અમેરિકાઃ ઇડાહોમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જ્યાં બે ફોર વ્હીલર્સ બેલેન્સ ગુમાવી દેતા એકબીજા સાથે અથડાઈ હતી. આ વાહનો અથડાતા 6 લોકોનાં મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો ભૂક્કો બોલાઇ ગયો હતો. આ અકસ્માતની જાણ થતા પોલીસ અને બચાવ ટીમો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ઇડાહો રાજ્ય પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીકઅપ વાહન અને વાન વચ્ચેની અથડામણ ઇડાહો ફોલ્સમાં યુએસ હાઇવે 20 પર સવારે 5:30 વાગ્યે થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. વાન ચાલક અને પાંચ મુસાફરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. નજીકના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. જેથી ઘટનાનું કારણ જાણી શકાય. વાનમાં સવાર અન્ય નવ મુસાફરો અને પીકઅપ વાહનના ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇડાહો સ્ટેટ પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના દબદબા વચ્ચે પણ અહીં ન ખીલ્યું કમળ - Gujarat Post | 2025-02-18 15:22:47
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
Big News:રશિયાએ યુક્રેનમાં પરમાણું રિએક્ટર પર હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો | 2025-02-14 19:22:37
ટ્રમ્પે પીએમ મોદીને લગાવ્યાં ગળે, ખુરશી પાછી ખેંચીને તેમને બેસાડ્યાં, કહ્યું- મને મોદીની ખૂબ યાદ આવે છે | 2025-02-14 09:24:37
આજે મળશે ટ્રમ્પ અને મોદી, વ્હાઇટ હાઉસમાં થશે વાતચીત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ | 2025-02-13 09:40:12
શું ChatGPTના મેકર OpenAIને ખરીદશે Elon Musk ! Xને ખરીદશે Sam Altman ? બંન્નેએ એકબીજાને આપી ડીલ | 2025-02-12 14:34:33
ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને થશે રાહત, એક ઝટકે કેસ થશે સમાપ્ત | 2025-02-12 14:31:37
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
રૂ.1.12 કરોડની કિંમતનું બાળકોનું રમવાનું ચલણ અને નકલી સોનાના બિસ્કિટ...છેતરપિંડી કરનાર ગેંગની આ હતી મોડસ ઓપરેન્ડી | 2025-02-15 14:14:50
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44