Sat,27 July 2024,10:33 am
Print
header

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી હવે નથી રહ્યાં, હેલિકોપ્ટર ક્રેસમાં તેમનું મોત થઇ ગયું

તેહરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થઇ ગયું છે.ઈરાનના અધિકારીઓએ આ અહેવાલની પુષ્ટી કરી છે. સેનાને ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો છે. રવિવારે ઇબ્રાહિમ રાયસી અને ઈરાની અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું.

રાષ્ટ્રપતિ વિદેશ મંત્રી સાથે જઈ રહ્યાં હતા

રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી પર્વતીય વિસ્તારોમાં અને બર્ફીલા હવામાનમાં હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યાં હતા. સર્ચ ટીમોએ કાટમાળ શોધી કાઢ્યાં બાદ ઈરાનના એક અધિકારીએ આશંકા વ્યક્ત કરી હતી કે તેમનું મોત થયું છે.

અધિકારીએ સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું કે, દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળી ગયું હતું. તમામ મુસાફરોના મોત થયા છે. બચાવકર્તા ટીમ સોમવારે વહેલી સવારે પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં બરફના તોફાનમાં કાટમાળ સુધી પહોંચી હતી.

ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો વીડિયો સામે આવ્યો છે

ઈરાની મીડિયા દ્વારા ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં હેલિકોપ્ટરના ટુકડા થઈ ગયેલા જોવા મળે છે અને ચારેબાજુ કાટમાળ પડ્યો છે.

રાયસી 2021માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા

63 વર્ષીય રાયસી 2021માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા, તેમને હાલમાં જ અમેરિકા અને ઇઝરાયેલને ધમકી આપી હતી અનેે ઇઝરાયેલ પર હુમલો પણ કર્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch