Sat,27 July 2024,2:59 pm
Print
header

મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કામાં 13 બેઠકો પર આજે મતદાન, અક્ષય, જ્હાન્વી, રાજકુમાર રાવ, સાન્યા મલ્હોત્રાએ કર્યું મતદાન

મુંબઇઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર આજે પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જેમાં મુંબઈની છ બેઠકોનો સમાવેશ થાય છે. આ 13 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે છ બેઠકો પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર છે. એમવીએ કેમ્પમાં કોંગ્રેસ ત્રણ બેઠકો પર, શરદ પવાર જૂથ બે બેઠકો પર અને ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવારો બાકીની 9 બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે મહારાષ્ટ્રમાં 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં મુંબઈ ઉત્તરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ, કલ્યાણથી શિવસેનાના શ્રીકાંત શિંદે, ડિંડોરીથી ભારતી પવાર, ભિવંડીથી કપિલ પાટીલ, મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી વકીલ ઉજ્જવલ નિકમ, મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી શહેર કોંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડ. અને મુંબઈ દક્ષિણના અરવિંદ સાવંત જેવા દિગ્ગજની પ્રતિષ્ઠા દાવ પર છે.

આ તબક્કામાં કુલ 264 ઉમેદવારો મેદાનમાં છે. જે સ્થળોએ ચૂંટણી યોજાઈ રહી છે તેમાં મુંબઈની 6, થાણેની 3, નાસિકની 2 અને ધુલે-પાલઘરની એક-એક બેઠકનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ચાર તબક્કામાં 35 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે. રાજ્યમાં કુલ 48 બેઠકો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ચૂંટણીનો અંત આવશે.

RBI ગવર્નરે મુંબઈમાં મતદાન કર્યું, લોકોને મતદાન કરવાની અપીલ કરી

મુંબઈમાં પોતાનો મત આપ્યાં બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, દરેક ભારતીય માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. 140 કરોડ લોકો માટે ચૂંટણીમાં ભાગ લેવો એ ગર્વની ક્ષણ છે. આજે મતદાન પ્રક્રિયા ખૂબ જ સરળ હતી. હું ખૂબ જ ખુશ છું. ચૂંટણી પંચ પર ગર્વ છે. અને હું દેશભરમાં કાર્યરત તમામ અધિકારીઓને અભિનંદન આપું છું. દરેક ભારતીય માટે બહાર આવીને મતદાન કરવું એ ખરેખર ગર્વની ક્ષણ છે


વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું: અક્ષય કુમાર

અભિનેતા અક્ષય કુમારે મુંબઈમાં મતદાન કર્યાં બાદ કહ્યું કે હું કહેવા માંગુ છું કે મારું ભારત વિકસિત રહે. તેને ધ્યાનમાં રાખીને મેં મતદાન કર્યું છે અને હું ઈચ્છું છું કે સમગ્ર ભારત આને ધ્યાનમાં રાખીને મતદાન કરે.

અભિનેતા રાજકુમાર રાવે મુંબઈમાં પોતાનો મત આપ્યાં બાદ કહ્યું કે મતદાન એ દેશ પ્રત્યેની આપણી સૌથી મોટી જવાબદારી છે. આપણે બધાએ મતદાન કરવું જોઈએ. હું ખુશ છું કે ચૂંટણી પંચે મને નેશનલ આઈકન માટે પસંદ કર્યો. હું દરેકને અપીલ કરું છું કે તેઓ ઘરની બહાર આવીને મતદાન કરે.

મુંબઈ ઉત્તર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ મતદાન કરવા મતદાન કર્યું હતું.

 

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch