Sat,27 July 2024,4:22 pm
Print
header

Swati Maliwal Case: દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, ઘટના સમયના CCTV ફૂટેજ ગાયબ, પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો

નવી દિલ્હીઃ સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે ઘટના સમયેના સીસીટીવી ફૂટેજ ગાયબ છે. પોલીસે કબ્જે કરેલા ફૂટેજમાં ઘટનાના થોડા જ CCTV ફૂટેજ દેખાય છે. દિલ્હી પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે સીસીટીવી સાથે છેડછાડ કરવામાં આવી છે. આ સાથે સીએમ હાઉસમાં પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્વાતિ માલીવાલે સીએમ આવાસની અંદરના વીડિયોને એડિટ કરીને સીસીટીવી ફૂટેજ ગાયબ કરવાના આરોપો પણ લગાવ્યાં હતા. શનિવારે તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે એક પોસ્ટ પણ કરી હતી.

માલીવાલે વીડિયો એડિટ કરવાનો પણ આરોપ લગાવ્યો

સ્વાતિ માલીવાલે X પર આરોપ લગાવતા લખ્યું છે કે, પહેલા બિભવ કુમારે મને નિર્દયતાથી માર માર્યો, થપ્પડ મારી અને લાત મારી. જ્યારે મેં પોતાને છોડાવીને 112 પર ફોન કર્યો, ત્યાર બાદ બહાર જઈને સિક્યુરિટીને ફોન કર્યો અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. હું સિક્યોરિટીને ચીસો પાડીને બતાવતી હતી કે બિભવે મને નિર્દયતાથી માર માર્યો છે.

વીડિયોનો તે આખો લાંબો ભાગ એડિટ કરવામાં આવ્યો છે. માત્ર 50 સેકન્ડનો જ રિલીઝ થયો છે. જ્યારે હું સિક્યુરિટીના લોકોને સમજાવવાનો પ્રયાસ કરીને થાકી ગઇ હતી તે આખો વીડિયો કાઢી નાખ્યો છે ? સીસીટીવી ફૂટેજ પણ ગાયબ! કાવતરાની પણ મર્યાદા હોય છે!

અત્યાર સુધીમાં બે વીડિયો સામે આવ્યાં

સ્વાતિ માલીવાલના આરોપો બાદ ઘટનાના દિવસના બે વીડિયો સામે આવ્યાં છે. જ્યારે પ્રથમ વીડિયોમાં સ્વાતિ માલીવાલ અને સીએમ આવાસની અંદર સુરક્ષાકર્મીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો ફૂટેજ હતો, જ્યારે બીજા વીડિયોમાં સીએમ આવાસ પર લગાવેલા સીસીટીવી ફૂટેજનો વીડિયો હતો. જેમાં સુરક્ષાકર્મીઓ સ્વાતિ માલીવાલને બહાર કાઢતા જોવા મળ્યાં હતા.

વીડિયોમાં 13 મેની ઘટના અને પછીના વીડિયોની સરખામણી કરવામાં આવી છે. ઘટનાના દિવસે સ્વાતિ માલીવાલ ક્યાંયથી ઈજાગ્રસ્ત જણાતી નથી કે તેના કપડાં પણ ફાટેલા નથી, જો કે મેડિકલ રિપોર્ટમાં તેમને ઇજાઓ થઇ હોવાનું સામે આવ્યાં બાદ કેજરીવાલના પીએની મુશ્કેલીઓ વધી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch